<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સુરેન્‍દ્રનગરમાં પાન ખાવા નિકળેલો યુવાન બે વાહનો વચ્‍ચે કચડાઇ ગયો !

વઢવાણ, તા.૨૩: શહેરમાં ગત તારીખ ૧૮મીના ફાયર સ્‍ટેશન પાસે સર્જાયેલા એક કરૂણ અકસ્‍માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્‍યા છે. આ અકસ્‍માતમાં એક યુવકનું બે વાહનોની અડફેટે આવતા ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્‍યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાહિલ નામનો યુવક સુરેન્‍દ્રનગર શહેરના ફાયર બ્રિગેડ પાસે પાન ખાવા માટે ગયો હતો.

જ્‍યારે તે રસ્‍તો ઓળંગી રહ્યો હતો, ત્‍યારે સૌ પ્રથમ એક રિક્ષા ચાલકે તેને અડફેટે લીધો હતો. રિક્ષાની ટક્કરને કારણે સાહિલ રોડ પર પટકાયો હતો. કમનસીબે, તે જ સમયે બીજી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો પીકઅપ વાન તેની પર ફરી વળી હતી.

આ બેવડા અકસ્‍માતમાં સાહિલને માથાના ભાગે, પીઠ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્‍કાલિક હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ જીવલેણ સાબિત થઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે અરેરાટી વ્‍યાપી ગઈ છે. આ મામલે સુરેન્‍દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા અને બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે

(11:40 AM IST)