<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ધ્રોલ તાલુકાના લતીપર ગામે ખેતરમાં પિયત કરી રહેલા ખેડૂત વિપુલગીરી ગોસાઈનુ હાર્ટએટેકથી કરૂણ મોત

લતીપર ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે ગયા હતા ખેતરમાં વાવેતર કરેલા શાક-બકાલાના પાકમાં તેઓ પાણી પાઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ તેઓને હાર્ટએટેક આવતા તેઓ ખેતરમાં જ બેભાન થઈ ઢળી પડ્‍યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨ ૩ :..  ધ્રોલ તાલુકાના લતીપર ગામે એક આઘાતજનક અને દુખદ ઘટના સામે આવી છે. ગામની સીમમાં પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહેલા ૫૫ વર્ષીય ખેડૂતનું અચાનક હાર્ટ એટેક આવતા મળત્‍યુ નીપજ્‍યું છે. આ બનાવથી પંથકમાં અને ગોસાઈ પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, લતીપર ગામના પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા વિપુલગીરી ભીખુગીરી ગોસાઈ (ઉંમર વર્ષ ૫૫) ગત સાંજે લતીપર ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે ગયા હતા. ખેતરમાં વાવેતર કરેલા શાક-બકાલાના પાકમાં તેઓ પાણી પાઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ખેતરમાં જ બેભાન થઈ ઢળી પડ્‍યા હતા. ઘટનાની જાણ થતા જ તેઓને તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મળત્‍યુ નીપજ્‍યું હતું.આ બનાવ અંગે મળતકના પુત્ર વિવેકગીરી વિપુલગીરી ગોસાઈએ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે ધ્રોલ પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ જે.ડી.ગોગરા તપાસ હાથ ધરવામાં આવી છે. ખેતીકામ કરતા સમયે જ ખેડૂતના અચાનક અવસાનથી લતીપર ગામમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે

(1:48 PM IST)