<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

બરડા ડુંગરમાં ધ્રામણીનેસ વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા પોલીસ ટીમ દ્વારા દરોડો : બે આરોપી નાસી છૂટ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા,ખંભાળિયા ડિવિઝન ડીવાયએસપી વિસ્મય માનસેતા,એલસીબી પીઆઇ બી.જે. સરવૈયા,એલસીબી ટીમ તેમજ ભાણવડ પોલીસ ટીમની કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩ :  દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા  જયરાજસિંહ વાળા  તેમજ ખંભાળિયા ડિવિઝન ડીવાયએસપી  વિસ્મય માનસેતા  તથા એલસીબી પીઆઇ બી.જે. સરવૈયા  તથા એલસીબી ટીમ તેમજ ભાણવડ પોલીસ સ્ટેશન પીઆઇ સી એલ દેસાઈ તથા ભાણવડ પોલીસ સ્ટાફ સહિતના અધિકારી કર્મચારીઓએ  વહેલી સવારથી બરડા ડુંગરમાં પ્રોહિબિશન અંગે ની બદી નેસ્ત નાબૂદ કરવા ભાણવડ પોલીસ સ્ટેશન ના ધ્રામણીનેસ વિસ્તારમાં અચાનક રેઈડ કરી હતી.

        દેશી દારૂ ગાળવાની બે ભઠ્ઠી પકડી પાડેલ જેમાં અનુક્રમે એક ભઠ્ઠી પરથી ૯ બેરલ આથો અંદાજે ૧૮૦૦ લીટર તેમજ બીજી ભઠ્ઠી પરથી ૧૫ બેરલ આથો અંદાજે ૩૦૦૦ લિટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો મળી કુલ 4800 લીટર વોશ કિંમત રૂપિયા 1,20,000 ના મુદ્દા માલ નો નાશ કરેલ જે રેડ દરમિયાન બંને ભઠ્ઠી ઉપરના આરોપીઓ ભાયા વાઘા રબારી રહે ધ્રામણી નેસ તેમજ  સુકા પરબત મોરી રહે ધ્રામણી નેસ વાળા બંને ઈસમો જંગલમાં નાસી ગયેલ હતા.

(3:26 PM IST)