<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

વાંકાનેરમાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં સાતને સજા, મુખ્ય આરોપીને આજીવન કેદ

મુખ્ય આરોપીને આજીવન કેદની સજા, અન્ય છને પાંચ વર્ષની કેદની સજા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેર પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા જયારે મદદગારી કરનાર છને પાંચ વર્ષની સજા ફટકારી છે

      કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૧-૧૧-૨૦૧૬ ના રોજ રાત્રીના અઢી વાગ્યે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાને આરોપી નરેશ ઉર્ફે મહેશ જયંતીભાઈ સોલંકી સાથે ભોગ બનનારના લગ્ન કરવાના હેતુથી આરોપીઓએ છકડો રીક્ષા જીજે ૧૧ ઝેડ ૮૪૮૩ વાળીમાં અપહરણ કરી આરોપી નરેશ સોલંકીની વાડીએ લઇ ગયા હતા અને સગીરાને ગોંધી રાખી આરોપી નરેશ ઉર્ફે મહેશ જયંતી સોલંકીએ બળજબરીથી વારંવાર પ્રવેશ જાતીય હુમલો કરી ભોગ બનનારને ગર્ભવતી બનાવી તેમજ અન્ય આરોપીઓએ મારી નાખવાની ધમકી આપી હતી
   જે કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન ડી કારિયાએ કોર્ટમાં રજુ કરેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે સાત આરોપીઓને કસુરવાન ઠેરવ્યા છે આરોપી ચતુર મેરૂભાઈ સોલંકી નામના આરોપીનું મોત થયું હોવાથી કેસ એબેટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે કોર્ટે આરોપી નરેશ ઉર્ફે મહેશ જયંતી સોલંકી, હરેશ જયંતી સોલંકી, જયંતી મેરૂ સોલંકી, દેવકરણ મસાભાઈ સોલંકી, અવચરભાઈ રણછોડભાઈ સોલંકી, ચનાભાઈ રણછોડભાઈ સોલંકી અને કિશોર જગદીશ સોલંકી રહે બધા કોટડાનાયાણી તા. વાંકાનેર વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ મુજબના ગુનામાં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે
     તેમજ સાતેય આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૬ સાથે વાંચતા કલમ ૧૪૪ અન્વયે પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે તેમજ આરોપી નરેશ સોલંકીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) (એચ) આઈ એમ ની સાથે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ કલમ ૩ (એ), ૪ અન્વયે આજીવન સુધી એટલે કે બાકી રહેતા કુદરતી આયુષ સુધીની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ દંડ ફટકાર્યો છે જે તમામ સજા એકસાથે ભોગવવા હુકમ કર્યો છે
    તેમજ ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના ૨૦૧૯ નિયમો મુજબ ભોગ બનનારને રૂ ૪ લાખ અને આરોપીઓ જે દંડની રકમ રૂ ૯૫,૦૦૦ ભરે તે સહીત કુલ રૂ ૪,૯૫,૦૦૦ વળતર ચુકવવા આદેશ કર્યો છે

(9:07 PM IST)