<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

અમરેલીના ધારીના સરસિયા, દલખાણીયા, ઝર અને ગઢિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાં

વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા: વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થશે

  અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ પડ્યો છે.  ખાંભા બાદ હવે ધારી પંથકમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધારીના સરસિયા, દલખાણીયા, ઝર અને ગઢિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થશે. વરસાદના કારણે ખેડૂતોની આ વર્ષની દરેક સિઝન વરસાદે બગાડી છે.

(12:39 AM IST)