<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

હવે પૂર્વ કચ્‍છમાં SMC નો દરોડોઃ મીઠાના અગરો વચ્‍ચેથી ૧ કરોડથી વધુનો દારૂ ઝડપાયો

ડીજીપીની મુલાકાત પૂર્વે અને મુલાકાત બાદ કરોડોનો દારૂ ઝડપાતા ચકચાર, દારૂબંધી વચ્‍ચે ૧૫ દિ'માં સરહદી કચ્‍છ જિલ્લામાં SMC એ જ ૭ કરોડનો દારૂ ઝડપ્‍યા

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪: પૂર્વ કચ્‍છમાં ભચાઉના વોંધ નજીક દારૂના કટિંગ સમયે SMC એ દરોડો પાડી ૧ કરોડ ૩૦ લાખનો દારૂ ઝડપી પાડ્‍યો છે. સરહદી કચ્‍છ જિલ્લામાં રાજ્‍યના પોલીસ વડા ડો. રાવની મુલાકાત પૂર્વે અને મુલાકાત બાદ કરોડોના દારૂ ઝડપાવવાના બનાવે લોકોમાં ચકચાર અને ચર્ચા સર્જી છે.

SMC એ રેડ કરી દારૂની ૭૦૮૦ બોટલ ઝડપી પાડી હતી. દારૂ, કન્‍ટેનર , સોયાબીન પ્‍લાસ્‍ટિક બેગ, સહિત ૧,૩૦,૫૮,૮૦૦ મુદામાલ કબ્‍જે કર્યો

લિસ્‍ટેડ બુલટેગર અશોક સિંહ જાડેજા ઉર્ફે મામા સહિતના ૭ આરોપી વોન્‍ટેડ જાહેર કરાયા છે. બુટલેગરો દ્વારા કચ્‍છમાં શરાબનો જથ્‍થો ઉતારવામાં આવી રહ્યો હતો. SMCને અગાઉથી મળેલી બાતમી મુજબ, ભચાઉનો લિસ્‍ટેડ બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા અને તેના સાગરીતો ભચાઉ પાસેના મીઠાના અગરોમાં માલ ઉતારવાના છે તેવી ખબર પડી હતી. એટલે SMCની ટીમ રોડ ઉપર વાહનો મૂકીને ચારેક કિલોમીટર ખેતરો ખૂંદીને મીઠાના અગરમાં પહોંચ્‍યા ત્‍યારે દારૂની બોટલોનું કટિંગ થઈ રહ્યું હતું. મોબાઈલ ફોનની લાઇટને સહારે SMCની ટીમને જોઈને બુટલેગરો ભાગી ગયા હતા.  છેલ્લા ૧૫ દિવસમાં SMC દ્વારા કચ્‍છમાં ૭ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે. SMC દ્વારા દારૂ ઝડપાયા બાદ હવે પヘમિ કચ્‍છની જેમ પૂર્વ કચ્‍છની જેમ પૂર્વ કચ્‍છમાં પણ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરાઇ છે. (૩.૬)

(10:54 AM IST)