News of Tuesday, 24th February 2026
રાત્રે શિયાળો અને દિવસે ઉનાળા જેવો મિશ્ર માહોલ યથાવત રહેશે
હજુ પાંચેક દિવસ સુધી આભમાં છૂટા વાદળો અને કયાંક હળવા માવઠાની સંભાવના

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪ :.. આઇએમડી અનુસાર એક નવું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ર૬ ફેબ્રુઆરીએ પヘમિી હિમાલય પર પોતાનો પ્રભાવ પાથરશે. ગુજરાતમાં હાલ જે તાપમાન છે તે આગામી પાંચેક દિવસ સુધી યથાવત રહેશે. આઇએમડી અનુસાર આ નવું ડબલ્યુડી નબળુ છે.
ગુજરાતના વેધર એનાલીસિસ્ટ પરેશ ગૌસ્વામી તેના એનાલીસીસમાં જણાવે છે કે, શિયાળાની પૂર્ણાહૂતિ ૧પ મી ફેબ્રુઆરીએ જ થઇ જતી હોય છે. પણ હાલ શિયાળો લંબાયો છે. રાત્રે શિયાળુ પવનો હજુ પાંચ માર્ચ સુધી રહી શકે છે. આગામી ચોમાસાના આગમન પહેલા માર્ચ-એપ્રિલ અને મે, આ ત્રણેય માસમાં રાજયમાં કયાંક ને કયાંક હળવા માવઠાઓ જોવા મળી શકે છે.
બીબીસી ગુજરાતીના દિપક ચુડાસમા પોતાના વેધર વિશ્લેષણમાં કહે છે કે, રાજયમાં હજુ ચારેક દિવસ સુધી આભમાં વાદળોનું આવાગમન જોવા મળી શકે છે.
આઇએમડી અને સ્કાયમેટ સહિત વેધર ફોરકાસ્ટનું તારણ એ મુજબ રહે છે કે હજુ પાંચેક દિવસ સુધી રાત્રે શિયાળો અને દિવસે ઉનાળાની અનુભૂતિ જેવો મિશ્ર માહોલ યથાવત રહેશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
