News of Tuesday, 24th February 2026
જામનગરના ગાંધીનગર પાછળ આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનો કોંગ્રેસ દ્વારા વિરોધ : કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત
રાજ્યમંત્રી રિવાબા જાડેજાના પોસ્ટર સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એનર્જી પ્લાન્ટના દ્વારે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરના ગાંધીનગર પાછળ આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનો કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી રિવાબા જાડેજાના પોસ્ટર સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એનર્જી પ્લાન્ટના દ્વારે પહોંચ્યા હતા. અને જામનગરના જ ધારાસભ્ય અને રાજ્યમંત્રી ગાંધીનગર તેમજ ક્રિકેટમાં વ્યસ્ત હોય અને લોકો દુર્ગંધથી ત્રસ્ત હોય તેને લઈને નારાઓ પણ લગાવ્યા હતા. અને કોંગ્રેસી નેતાઓએ પ્લાન્ટ ના દરવાજા બંધ કરાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ કરી પરત ફરી રહેલા કોંગ્રેસી પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
