<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ધારાગઢનો શખ્‍સ જામગરી સાથે શિકાર માટે નિકળતા ઝડપાયો

ખંભાળીયા તા.૨૪: ધારાગઢ ગામે રહેતા સદામ અબુભાઈ મુંદ્રા દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી બંદુક(અગ્નિશષા) છે અને તે લઈને હાલ પારાગઢ ગામની રોણીયા વાળી ધાર ઉપર જંગલી જાનવરનો શિકાર કરવા માટે ગયેલ છે તેવી હકીકત મળેલ જે આધારે કાર્યવાહી કરી ધારાગઢ ગામની રોણીયા વાળી ધાર ઉપર જતા એક ઈસમ જામગરી બંદુક(અગ્નિ શષા) લઈ કટારાના ઝાડની કાંટાળી જાળીમાંથી મળી આવેલ જે ઈસમને બુમ પાડી પોલીસ તરીકેની ઓળખાણ આપી જેમનો તેમ બેચી-રહેવા જણાવી જામગરી બંદુક(અગ્નિઅશત્ર)ની કિં.રૂ.૧૫૦૦/- ગણી તપાસ અર્થે કબ્‍જે કરેલ અને જામ કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે હથિયાર ધારા કલમ ૨૫(૧.બી), (એ) મુજબ ફરિયાદ નોંધાવી

કામગીરી કરનાર ટીમ

(૧) કે.કે.ગોહીલ, પોલીસ ઈન્‍સપેકટર, ઈન્‍ચા.સ્‍પેશ્‍યલ ઓપરેશન ગળપ, દેવભૂમિ દ્વારકા.

(૨) ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર, એસ.ઓ.જી.

(૩) સજુભા હમીરજી જાડેજા,

(૪) ઇરફાનભાઈ આદમભાઈ ખીરા

(૫) ચિરાગસિંંહ ભીખુભા જાડેજા, એ.એસ.આઇ., એસ.ઓ.જી

(૬) લખમણભાઇ કરશનભાઇ આંબલીયા, ડ્રા.એ.એસ.આઇ., એસ.ઓ.જી.

(૭) નિર્મલભાઇ ભરતભાઈ આંબલીયા

(૮) નિતેશભાઇ દાનાભાઇ સાદીયા, પોલીસ હેડ કોન્‍સ એસ.ઓ.જીએ કરી હતી.

(1:34 PM IST)