News of Tuesday, 24th February 2026
દ્વારકા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

જામ ખંભાળીયા તા.૨૪: દ્વારકા તાબેના રાંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાનાભા આલાભા સુમણીયા વાઘેર યુવાન ગત તારીખ ૧૮ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી.જે. ૩૭ સી. ૩૪૪૫ પર બેસીને દ્વારકાથી રાંગાસર ગામે જઈ રહ્યા હતા. ત્યારે નાગેશ્વર રોડ પર પહોંચતા કાબુ ગુમાવી દેતા આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે માર્ગ પર રહેલા એક પથ્થર સાથે તેમનું માથું ટકરાયું હતું.
આ અકસ્માતમાં માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જેઠાભા માંડણભા સુમણીયા (ઉ.વ. ૫૬, રહે. રાંગાસર)ની ફરિયાદ પરથી કાર્યવાહી હાથ ધરી છે.
મોટરસાયકલની ચોરી
દ્વારકામાં આનંદ ચોક, રેતવા પાડો ખાતે રહેતા હિંમતભાઈ ધનજીભાઈ પરમાર નામના ૩૭ વર્ષના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા ૪૦ હજારની કિંમતનું હીરો મોટરસાયકલ કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
