News of Tuesday, 24th February 2026
કાલાવાડના જશાપર ગામે સાસરીયાના ત્રાસે ખરેડીની પરિણીતાનો આપઘાત
જામનગરમાં છૂટાછેડા થઇ જવાના ડરે પરિણીતાનું અગ્નિસ્નાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મનીષાબેન પ્રફુલભાઈ હિરાભાઈ દાનાભાઈ સાગઠીયા, ઉ.વ.૪૦, રે. જશાપર ગામ, તા.કાલાવડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮-ર-ર૦ર૬ ના ફરીયાદી મનીષાબેનની નાની બહેન સાધનાબેન ગુલાબભાઈ બગડા, ઉ.વ.૩૬ વાળાને આરોપી પતિ ગુલાબભાઈ હિરાભાઈ બગડા, સસરા- હિરાભાઈ મુળજીભાઈ બગડા તથા સાસુ- દુધીબેન હિરાભાઈ બગડા, રે. ખરેડી ગામ વાળા દ્વારા અવાર નવાર ત્રાસ આપી સંતાન નહી થવા બાબતે મેણાટોણા મારી દોર-ધાગા તથા તાંત્રીક વીધી કરી માર મારી ત્રાસ ગુજારી તેના આરોપી તેના પિત ગુલાબભાઈ દ્વારા શંકા-કુશંકા રાખી તેની સાથે ઝઘડો કરતા હોય અને તેઓને ત્રાસ આપી તમામના આવા ત્રાસથી કંટાળી જઈ મરવા માટે મજબુર કરતા ફરીયાદી મનીષાબેનની બહેન સાધનાબેન ગુલાબભાઈ બગડાએ એસીડ પી જતા સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જામનગર : રામેશ્વરનગર મહાદેવના મંદિરની સામે, રામકૃપા ડેલોમાં રહેતા જગદીશભાઈ રામજીભાઈ બારોટ, ઉ.વ.૬ર એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ચાર્મીબેન મયુરભાઈ જયંતીભાઈ લુણસીયા, ઉ.વ.ર૮, રે. રામેશ્વરનગર, રામકૃપા ડેલો, જામનગરવાળા પોતાના માવતરે જાહેર કરનાર જગદીશભાઈ ના ઘરે રીસામણે આવેલ હોય અને તેમના પતિ મયુરભાઈ સાથે છુટા છેડા થઈ જશે તેવા માનસીક બીકના કારણે ડિપ્રેશનમાં રહેતી હોય જેના કારણે જાહેર કરનાર જગદીશભાઈના ઘરે ચાર્મીબેને પોતાની હાથે ટર્પેન્ટર બોટલ લઈ પોતાની હાથે શરીરે છાંટી પોતાના હાથે આગ લગાવી દેતા દાઝી જતા મૃત્યુ પામેલ છે.
મોટરસાયકલ ચોરી
સિકકા પોલીસ સ્ટેશનમાં આનંદભાઈ ચંદ્રેશભાઈ ડોડીયા, ઉ.વ.૩૦, રે. ટી.પી.એસ. કોલોની, બ્લોક નં.૩, ર૦-૪૦ સિકાકા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, હોન્ડા કંપનીનું સાઈન મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૩૭-ઈ-રપ૦૬ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/- નું પોતાના ઘર પાસે પાર્ક કરેલ હોય કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
લાલપુર ગામે આંકડા લખતો ઝડપાયો
લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ કરશનભાઈ બૈડીયાવદરા એ ફરીયાદ નોધાવી છે કે, લાલપુર એસ.ટી. બસ સ્ટેશન પાસે, જાહેર રોડ પર આરોપી અજય નરશીભાઈ શેખા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
