News of Tuesday, 24th February 2026
બરડા ડુંગરમાં દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપાઇ

આરોપીઓ ફરાર : ખંભાળીયા : ભાણવડ વિસ્તારના બરડા ડુંગરમાં ધામણીનેશ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ઝરના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના કેસો શોધી કાઢવામાં આવેલ છે. (૧) ધામણીનેશથી દક્ષીણ દિશા બાજુ ખોડીયાર ઝરમાં ખોડીયાર માતાજીના થાપાથી આશરે ૧૦૦ મીટર દુર પાણીની ઝરની પાસે બાવળની કાંટાળી ઝાળીમાં જાહેરમાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩૦૦૦ કિ.રૂા-૭૫,૦૦૦/- નો મુદામાલ (ફરારી) શુકાભાઈ પરબતભાઈ મોરી, રહે. ધામણીનેશ રાણપર ગામ, તા. ભાણવડના ગામમાંથી. (૨) ધામણીનેશથી દક્ષીણ પヘમિ દિશાના ખુણે આશરે ૫૦૦ મીટર દુર પાણીની ઝરની પાસે બાવળની કાંટાળી ઝાડીમાં જાહેરમાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૮૦૦ કિ.રૂા.૪૫,૦૦૦/-નો મુદામાલ (ફરારી) ભાયાભાઇ વાઘાભાઇ રબારી, રહે. ધામણી નેશના કબજામાંથી મળેલ છે. આ કામગીરી દેવભુમી દ્વારકા એલ.સી.બી. પોલીસ ઇન્સ. બી. જે. સરવૈયા તથા ભાણવડ પો. સ્ટે. પો. ઇન્સ સી.એલ. દેસાઇ સાહેબ તથા પો. સબ ઇન્સ. શ્રી એમ.એલ. પુરોહીત સાહેબ તથા એલ.સી.બી. સ્ટાફના HC ખીમાભાઈ કેશુરભાઈ કરમુર તથા શકિતસિંહ જુવાનસિંહ જાડેજા તથા પરેશભાઇ નારણભાઇ સાંજવા તથા મયુરભાઈ ગોજીયા તથા PC મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા ભાણવડ પો.સ્ટે.ના ASI પુંજાભાઈ નાથાભાઈ વારોતરીયા તથા દુદાભાઇ જગમાલભાઇ લુવા તથા HC જીતુભાઇ સામરાભાઇ જામ તથા કિશોરસિંહ ચંદુભા જાડેજા તથા નારણભાઇ પબાભાઈ બેલા તથા નીલેષભાઇ હાજાભાઈ કારેણા તથા કુણાલભાઈ નાનજીભાઇ ખાંભુ તથા દિવ્યરાજસિંહ પળથ્વીરાજસિંહ જાડેજા તથા PC હીતેષભાઇ માલદેભાઇ કરમુર તથા પો.કોન્સ. ભોજાભાઈ લાખાભાઈ વસરા તથા ફોરેસ્ટ વિભાગ વિગેરે નાઓએ કરેલ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
