<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ગોંડલમાં ‘આપ'ના નેતા જીગીશા પટેલ ઉપર હુમલો : જુઓ વિડીયો

ઘોઘાવદર રોડ ઉપરથી કારમાં પસાર થઇ રહયા હતા ત્‍યારે પથ્‍થરોના ઘા કર્યાઃ માથા અને આંખમાં ઇજાઃ ૪ મહિલા ર પુરૂષોએ હુમલો કર્યો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.ર૪: ગોંડલને કાર્યક્ષેત્ર બનાવી સક્રીય બનેલા આપ નાં મહીલા નેતા જીગીશાબેન પટેલ ઉપર ભગવતપરા નાં ઘોઘાવદર રોડ પર આવેલી સરગમ સોસાયટી માં હુમલો થયો હતો. હુમલા સમયે તેમની સ્‍વિફટ કાર પર પથ્‍થરમારો કરી કાચ તોડાયા હતાં.ઇજાગ્રસ્‍ત જીગીશાબેન તુરંત સરકારી હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હતા.બનાવ નાં પગલે જીગીશાબેન નાં ટેકેદારો તથા આપનાં કાર્યકરો હોસ્‍પિટલ દોડી ગયા હતા.શહેર ની એ,બી ડિવિઝન પોલીસ ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાંચ પોલીસ નો કાફલો પણ હોસ્‍પિટલ દોડી ગયો હતો.બનાવ ને લઈ ને ગોંડલ માં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ સવારે સાડા અગીયાર નાં સુમારે સરગમ સોસાયટીમાં થી પાણી, કચરા અને ગટર અંગે રજુઆત આવી હોય જીગીશાબેન પટેલ ત્રણ ચાર કાર્યકરો સાથે સ્‍વિટ કાર માં સરગમ સોસાયટી માં પંહોચ્‍યા હતા. ત્‍યાં મહીલાઓ એ નગર પાલીકા દ્વારા અપાતુ પાણી લીલુ આવતુ હોય ઉપરાંત કચરા નાં ઢગલા ખડકાયા હોય કોઇ સફાઈ માટે આવતુ નહી હોવાની ફરિયાદ કરી હતી. જીગીશાબેને આ વિસ્‍તાર નાં સ્‍થાનિક સુધરાઈ સભ્‍ય ને ફોન કરી રુબરુ આવવા ફોન કરી તેની રાહમાં કારમાં બેઠા હતા.દરમિયાન અચાનક ધસી આવેલી ત્રણથી ચાર મહીલાઓ તથા બેત્રણ પુરુષો એ કાર માં બેઠેલા જીગીશાબેન ઉપર હુમલો કરી દિધો હતો. પત્‍થરથી હુમલો થતા જીગીશાબેન ને માથામાં તથા આંખ પર ઇજા પંહોચી હતી હુમલા સમયે કાર ઉપર પત્‍થર મારો થતા કાચ ફુટયા હતા. પરિસ્‍થિતિ વણસતા જીગીશાબેન ત્‍યાંથી રવાના થઈ સારવાર માટે સરકારી હોસ્‍પિટલ પંહોચ્‍યા હતા. હુમલાને કારણે તેઓ અસ્‍વસ્‍થ હોય પોલીસ નિવેદન લઇ શકી નથી

(3:59 PM IST)