<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

મોરબીમાં વિશ્વ વન્યજીવ દિવસ અને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધા યોજાશે.

પ્રાણીની વિશેષતાઓ તથા રક્ષણ માટે “હું શું કરી શકું ? તે અંગે આપનાં વિચારો પર સ્પર્ધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તા. 3 માર્ચ ” વિશ્વ વન્યજીવ દિવસ” તથા તા.:- 4 માર્ચ “રાષ્ટ્રીય સુરક્ષા દિવસ” નાં અનુસંધાને “પૃથ્વી પર તમામ જીવોનું સંરક્ષણનો સંકલ્પ  કરીએ”  વિષયનાં અનુસંધાને તમારી પસંદગીનું પ્રાણીનું ચિત્ર દોરી, તે પ્રાણીની વિશેષતાઓ તથા રક્ષણ માટે “હું શું કરી શકું ? તે અંગે આપનાં વિચારો પર સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે

   “ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર” દ્વારાં માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર  ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી  દ્વારાં  તા.:- 3- માર્ચ  “વિશ્વ વન્ય જીવ દિવસ” તા.:-  4 -માર્ચ “રાષ્ટ્રીય સુરક્ષા દિવસ” આપણે સૌ  પૃથ્વી પરની તમામ વનસ્પતિઓ તથા જીવો નાં સંરક્ષણ એટલે કે જાળવણી નો સંકલ્પ કરીએ નાં અનુસંધાને  ડ્રોઇંગ સીટ માં આપની પસંદગી ના પ્રાણી નું ચિત્ર દોરી તે પ્રાણીની વિશેષતાઓ તથા તેનાં રક્ષણ માટે  કેટેગરી મુજબ આપેલ પ્રશ્ન નો જવાબ આપેલ સમય મર્યાદા માં તે અંગે આપનાં વિચારો નો વિડીયો બનાવી મોકલી  આપો
કેટેગરી :- 1 ધોરણ :- 1 , 2 , 3, 4
Q :-1 તમારાં પસંદગી ના વન્ય જીવ નાં ચિત્ર માં તેની વિશેષતાઓ તથા તેની જાળવણી કરવા આટલું જરૂર કરવું જોઇએ.
સમય મર્યાદા:-1 મીનીટ
કેટેગરી:- 2 ધોરણ:- 5, 6, 7 , 8
Q:- 2 તમે પસંદ દોરેલ ચિત્ર માં તે વન્ય જીવ ની વિશેષતાઓ તથા તેનાં રક્ષણ (જાળવણી ) કરવાં કેવાં પ્રયત્નો કરવા જોઈએ…
સમય મર્યાદા:-2 મીનીટ
કેટેગરી :- 3 ધોરણ :- 9, 10 , 11, 12
Q :- 3 તમને ગમતાં વન્ય જીવ નાં દોરેલ ચિત્ર ની વિશેષતાઓ તથા તેની સુરક્ષા (જાળવણી ) માટે શું શું કરવું જોઈએ ?
સમય મર્યાદા:- 2 થી 2.5 મીનીટ
કેટેગરી :- 4 – કૉલેજ સ્ટુડન્ટ, શિક્ષકશ્રીઓ, તજજ્ઞો, તથા વાલીશ્રીઓ
Q :- 4 આપને ગમતાં વન્ય જીવ નાં દોરેલ ચિત્ર ની વિશેષતાઓ તથા તેને સાચવવા અને લોકો ને જાગૃત કરવા શું શું કરવું જોઈએ  ?
સમય મર્યાદા :-2 થી 3 મિનીટ
ઉપરોકત સ્પર્ધા માં  મનપસંદ પ્રાણી નું ચિત્ર દોરી તે પ્રાણી ની વિશેષતાઓ તથા કેટેગરી મુજબ દોરેલ પ્રાણી નાં રક્ષણ અંગે પ્રશ્ન નાં આપેલ સમય મર્યાદા માં તેનાં યોગ્ય ઉત્તર નો વિડીયો બનાવી  તા:- 4 /3 / 2026  સાંજે 6=00 સુધી માં નીચેનાં આપેલ ગમે તે એક વૉટસપ નંબર  98249 12230 / 97279 86386 પર મોકલી આપો.
આ  વન્ય જીવ દિવસે આપને મનપસંદ પ્રાણી નું ચિત્ર દોરી તેની વિશેષતાઓ તથા તેનાં રક્ષણ માટે હું શું શું ઉપાય કરીશ ? તેનો વિડીયો બનાવી મોકલી આપો.
આ સ્પર્ધા  ની જાણ આપનાં મિત્ર-સર્કલ અને અન્ય ગૃપ માં જરૂર જાણ કરશોજી.
“આવો  વન ની અમુલ્ય વનસ્પતિઓ ની સુરક્ષા માટે  અને વન્ય જીવો ની રક્ષણ (જાળવણી) કરવા નો  સંકલ્પ કરીએ”.
મોરબી જીલ્લા મુખ્ય સંયોજક

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત

“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨/૨૦૩ મોરબી

(12:28 AM IST)