News of Wednesday, 25th February 2026
મોરબીમાં ભાડુઆત અંગે પોલીસ મથકમાં જાણ નહિ કરનાર બે મકાનમાલિક વિરુદ્ધ કાર્યવાહી.
પરપ્રાંતીય મજુરોને મકાન ભાડે આપી સંબંધિત પોલીસ મથકમાં માહિતી નહિ આપનાર બે મકાન માલિક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમીયાન પરપ્રાંતીય મજુરોને મકાન ભાડે આપી સંબંધિત પોલીસ મથકમાં માહિતી નહિ આપનાર બે મકાન માલિક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબી એસઓજી ટીમે કબીર ટેકરી શેરી ૦૫ માં રહેતા શંકર પરષોતમભાઈ કગથરા અને મકરાણી વાસમાં રહેતા સેજાદ રણમલ મુસાણી વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવી છે કે બંને મકાન માલિકે પોતાના મકાનમાં પરપ્રાંતીય મજુરો રાખી તે સંબંધિત માહિતી પોલીસ મથકને નહિ કરી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાંનો ભંગ કર્યો છે મોરબી એ ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
