<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

દ્વારકાધીશના પદયાત્રીઓની સુરક્ષા કાજે ધ્રોલ પોલીસ મેદાનેઃ અંધારામાં થતા અકસ્‍માતો નિવારવા શ્રદ્ધાળુઓને ‘સુરક્ષા કવચ' સમાન રેડિયમ જેકેટ પહેરાવી માનવતા મહેકાવી

ધ્રોલઃ પોલીસની સરાહનીય કામગીરીઃ દ્વારકા જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ જેકેટનું વિતરણ કરી અકસ્‍માત નિવારવાનો અનોખો પ્રયાસ હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે હાલમાં હજારોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્‍યારે હાઈવે પર પદયાત્રીઓની સુરક્ષાને ધ્‍યાને રાખીને ધ્રોલ પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને માનવીય અભિગમ અપનાવવામાં આવ્‍યો છે. ખાસ કરીને રાત્રિના સમયે હાઈવે પર અંધારું હોવાને કારણે વાહનચાલકોને પદયાત્રીઓ નજરે પડતા નથી, જેના લીધે અકસ્‍માત થવાની પૂરેપૂરી શકયતા રહેલી હોય છે. આ જોખમને ઘટાડવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્‍ચિત કરવા માટે ધ્રોલ પોલીસના કર્મચારીઓ દ્વારા માર્ગ પરથી પસાર થતા પદયાત્રીઓને રેડિયમ કોટ એટલે કે સેફ્‌ટી જેકેટ પહેરાવવામાં આવ્‍યા હતા. આ જેકેટ પર વાહનનો પ્રકાશ પડતા જ તે દૂરથી ચમકે છે, જેનાથી વાહનચાલકને પદયાત્રીની હાજરીનો તુરંત ખ્‍યાલ આવી જાય છે. જેકેટની સાથે પદયાત્રીઓ પાસે રહેલી લાકડીઓ અને સામાન પર પણ રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી હતી, જેથી અકસ્‍માત નિવારી શકાય. ધ્રોલ પોલીસના આ સુરક્ષાલક્ષી અને માનવીય કાર્યની પદયાત્રીઓ તેમજ સ્‍થાનિક લોકો દ્વારા મુક્‍ત કંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે.(સંજય ડાંગર-ધ્રોલ)

 

 

(10:38 AM IST)