News of Wednesday, 25th February 2026
ઘોઘાના નથુગઢ ગામે ટ્રક ચાલક યુવાનની કરપીણ હત્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: ઘોઘા તાલુકાના નથુગઢ ગામે ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. નથુગઢ ગામના ૩૭ વર્ષીય ટ્રક ડ્રાઈવર ઘુઘાભાઇ ઉર્ફે રાજુભાઇ વાલજીભાઈ ગઢાદરા પર ૧૯ ફેબ્રુઆરી બપોરે ૨:૩૦ વાગ્યે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો. ફરિયાદી જ્યારે પોતાનો છ વ્હીલ ટ્રક લઈને રેતી ભરવા લાખાણકા તરફ જઈ રહ્યા હતા, ત્યારે બે મોટરસાયકલ પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમને આંતરી રેતીના ભાવ બાબતે બોલાચાલી કરી હતી. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ફરિયાદીને ટ્રકમાંથી નીચે ઉતારી લાકડાના ધોકા અને છરી વડે બેરહેમીથી માર માર્યો હતો, જેમાં ફરિયાદીનો ડાબા હાથનો અંગૂઠો છુંદાઈ ગયો છે અને જમણા હાથની બે આંગળીઓ આગળના ભાગેથી કપાઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ડ્રાઈવરને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં હતા જ્યાં આજે તેમનું મોત નીપજ્યું છે. પોલીસે ચાર અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (૩.૬)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
