ભાવનગરના પાનવાડી ચોકમાં પાન ખાવા નીકળેલા યુવક પર છરી ઝીંકાઇ

ભાવનગર તા.૨૫: શહેરના વડવા ખીજડાવાળી શેરીમાં રહેતા ભાવેશભાઈ હંસાભાઈ કાંબડ નામનો યુવાન પોતાના ઘરેથી મોટરસાયકલ લઈ પાન-મસાલો ખાવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે પાનવાડી ચોક પાસે આવેલા એસબીઆઈ એટીએમ નજીક પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર રાહુલ ઉર્ફે ટીટી નામના શખ્સે કોઈ અગમ્ય કારણોસર ભાવેશભાઈ સાથે તકરાર કરી હતી. જોતજોતામાં મામલો બિચકયો હતો અને રાહુલે પોતાની પાસે રહેલા છરી વડે ભાવેશભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો.હુમલાખોરે યુવકના ગળાના ભાગે અને પડખામાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ભાવેશભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપી રાહુલ ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અત્યંત નાજુક છે.
આ બનાવ અંગે ભોગ બનનાર યુવકની માતા હંસાબેન કાંબડે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હુમલાખોર રાહુલ ઉર્ફે ટીટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
