<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ તંત્રની ર૭૦૦ ટીમો ત્રાટકીઃ ૬પર કરોડ વસુલવા ઝુંબેશ

રાજકોટમાં ૬પ કરોડ બાકી : મેગા ડીસકનેકશન ડ્રાઇવ : પાલીકા-પંચાયતને બાકી રખાઇ : ખેતીવાડી-કોમર્શીયલ-રેસીડન્‍સ કનેકશનો ઉપર ઘોંસ

રાજકોટ, તા., રપઃ આજ સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ તંત્રની ર૭૦૦ થી વધુ ટીમો ત્રાટકી છે.  PGVCL ે ડીસકનેક્‍શન ડે ઉજવી રહયું છે.  સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૨૮.૬૮ લાખ ગ્રાહકો એવા છે કે, જેઓએ રૂપિયા ૬૫૨.૯૯ કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. તેઓને ત્‍યાં PGVCLની ૨૭૦૦ ટીમ ત્રાટકી છે. વીજ કનેક્‍શન કાપી નાખવા કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર-જિલ્લાના સૌથી વધુ ૫.૫૭ લાખ વીજ ગ્રાહક છે. જેમની પાસેથી ૧૩૦.૫૧ કરોડની વસૂલાત બાકી છે, જ્‍યારે જામનગરમાં રૂપિયા ૮૮.૭૧ કરોડ તો સુરેન્‍દ્રનગરમાં રૂપિયા ૭૬.૬૪ કરોડ વસૂલવાના બાકી છે.

PGVCLના ફાઇનાન્‍સ વિભાગના જનરલ મેનેજરે જણાવ્‍યું હતું કે, પヘમિ ગુજરાત વિજ લિમિટેડ દ્વારા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૧૨ સર્કલમાં રૂપિયા ૬૫૦ કરોડ જેટલું લેણું બાકી છે. જેમાં ૨૮.૬૮ લાખ વીજ ગ્રાહકો છે. જેમનું ૨થી ૬ માસ સુધીનું વીજ બિલ બાકી છે. માર્ચ માસ નજીક આવતા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. પાલિકાઓનું ઘણા સમયથી વીજ બિલ બાકી છે, પરંતુ તે આવશ્‍યક સેવાઓમાં આવતી હોવાથી આ ડ્રાઈવમાં તેમનો સમાવેશ કરવામાં આવ્‍યો નથી

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, રેસીડેન્‍સીયલ, ઇન્‍ડસ્‍ટ્રીયલ અને ખેતીવાડીના વીજ ગ્રાહકો કે જેઓએ વીજ બિલ ભર્યા નથી તેમનું વીજ કનેક્‍શન કાપવામાં આવશે. સામાન્‍ય રીતે વીજ બિલ ન ભર્યું હોય ત્‍યાં PGVCLની ટીમ જ્‍યારે વીજ કનેક્‍શન કાપવા માટે જાય ત્‍યારે સમજાવટ બાદ ગ્રાહકો દ્વારા નાણાં ભરપાઈ કરવામાં આવે છે.

જોકે તેનાથી ગ્રાહકોને એક ટેવ પડી ગઈ છે કે અમે જ્‍યારે તેમની પાસે વીજ બિલના નાણાં માંગવા જઈએ ત્‍યારે જ ભરે છે, જેથી તેમાં સુધારો આવે તે માટે ડીસકનેક્‍શન ડ્રાઈવ યોજવામાં આવી છે. PGVCLની ૨૭૦૦ જેટલી ટીમ દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી છે. જેમાં હાલ કોઈ જગ્‍યાએ પોલીસની જરૂર નથી, પરંતુ કોઈ વિસ્‍તારમાં આ પ્રકારની જરૂરિયાત પડશે તો તે પૂરી પાડવામાં આવશે.

(11:38 AM IST)