News of Wednesday, 25th February 2026
પાટણવાવમાં વાડીમાં ગાંજાનું વાવેતર ઝડપી લેતી રૂરલ એસઓજીઃ ૮.૬૪ લાખનો ગાંજો કબ્જે
પકડાયેલ કાન્તીલાલ ઉર્ફે રૂગા સોજીત્રાએ સાધુ-સંતો માટે ગાંજાનું વાવેતર કર્યાની કેફીયત આપી

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે. (પ-૧ર)
રાજકોટ તા. રપ :.. પાટણવાવમાં વાડીમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ગાંજાનું વાવેતર પકડી પાડી ૮.૬૪ લાખના ગાંજાના જથ્થા સાથે વાડી માલીકની ધરપકડ કરી હતી. વાડી માલીકે આ ગાંજાનો જથ્થો સાધુ-સંતો માટે વાવેતર કર્યાની પોલીસ સમક્ષ કેફીયત આપી હતી.
પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહગુર્જર રાજકોટ ગ્રામ્યએ જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ તથા ગાંજાનું વાવેતર કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર શ્રી એફ એ.પારંગી તથા એસ.ઓ.જી ના સ્ટાફ સાથે પાટણવાવ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે, કાંન્તીલાલ નાનજીભાઈ સોજીત્રા રહે પાટણવાવ ગામ,ચોરા પાસે તા-ધોરાજી જી.રાજકોટ વાળાએ પાટણવાવ ગામની ઓરીયાની સીમ વિસ્તારમાં પોતાની માલીકીની વાડી(ખેતર) માં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદકપદાર્થ (ગાંજા) ના છોડનુ વાવેતર કરેલ હોય, જે હકિકત આધારે રેઇડ કરતા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ નંગ-૦૨ જેનું કુલ વજન ૧૭ કિલો-૨૯૭ ગ્રામ જેની કિ.રૂ.૮,૬૪,૮૫૦/(અંકે રૂપીયા આઠલાખ ચોસઠ હજાર આઠસો પચાસ પુરા) ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પાટણવાવ પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. પકડાયેલ કાન્તીલાલે આ ગાંજાનું વાવેતર સાધુ-સંતો માટે કર્યાની પોલીસ સમક્ષ કેફીયત આપી હતી.
આ કાર્યવાહી રૂરલ એસઓજીના એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. એફ.એ.પારગી, પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા, એ.એસ.આઇ.પરબતભાઇ શામળા, વિપુલભાઈ ગુજરાતી, પો.હેડ.કોન્સ. ક્રિપાલસીંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા, તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, રધુભાઈ ત્રકતા, ચિરાગભાઇ કોઠીવાર, કલ્પેશભાઇ કોઠીવાર, પૃથ્વીરાજસિંહ ડોડીયા, નિર્મળસિંહ ચુડાસમા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયા દ્રારા કરવામાં આવેલ છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
