<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા જામનગર દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ

 

જામનગર, રાહુલ ગાંધી દ્વારા દિલ્‍હી AI સમિટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતુ, કોંગ્રેસ દ્વારા તેની મૂળભૂત મુદ્રામાં આ વિરોધ કરવામાં આવેલ. કોંગ્રેસનો આ વિરોધ માત્ર એ આઈનો નહીં ભારતના વિકાસનો પણ વિરોધ કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ. રાહુલ ગાંધીનો આ તબક્કે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા જામનગર શહેર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્‍યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી ભાવેશ ઠુમ્‍મર, દંડક કેતન નાખવા, ડે મેયર ક્રિષ્‍નાબેન સોઢા, મહિલા મોરચા અધ્‍યક્ષ દક્ષાબેન અગ્રાવત, મહામંત્રી અવનીબેન ત્રિવેદી, નિકિતબેન કુંવરીયા દ્વારા રાહુલ ગાંધી હાય હાયના સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. (તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર)

(1:39 PM IST)