તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
ફૂલડોલ ઉત્સવ માટે પદયાત્રા કરીને દ્વારકા જતા ભાવિકો-પદયાત્રીકોની સુવિધા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિફાઇનરી નજીક ભવ્ય સેવાકેમ્પ

જામનગરઃ ફૂલડોલ ઉત્સવ માટે પદયાત્રા કરીને દ્વારકા જતા ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. જામનગરથી છેક દ્વારકા સુધીના માર્ગો પર ઠેર ઠેર પદયાત્રીઓની સુવિધા માટેના સેવા કેમ્પો શરૂ થઈ ચૂકયા છે.પ્રતિ વર્ષની માફક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ રિફાઇનરી નજીક ભવ્ય સેવાકેમ્પ બનાવવામાં આવ્યો છે. યાત્રીઓને અહીં ચા નાસ્તો, ભોજન, વિરામ, રાત્રિરોકાણ અને મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના સીધા માર્ગદર્શન તળે સામાજિક ઉત્તરદાયિત્વની આ પ્રવળત્તિ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ચાલતી આવે છે અને યાત્રાળુઓમાં ખૂબ લોકપ્રિય બની છે.(અહેવાલ : મુકુંદ બદીયાણી,તસવીરઃકિંજલ કાલસરીયા-જામનગર)
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
