<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

કચ્છમાં આયોજિત રણોત્સવને લાખો પ્રવાસીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો

બે વર્ષ દરમિયાન રણોત્સવ પ્રવાસ દ્વારા પ્રીમિયમ મેનેજમેન્ટ ફી રૂપે કુલ ₹17,06,35,667ની આવક નોંધાઈ

ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છમાં આયોજિત રણોત્સવને લાખો પ્રવાસીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ સુધી યોજાતા આ રણોત્સવે વર્ષ 2024માં 8,55,565 પ્રવાસીઓને આકર્ષ્યા હતા, જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 9,41,637 પર પહોંચ્યો હતો. બે વર્ષ દરમિયાન રણોત્સવ પ્રવાસ દ્વારા પ્રીમિયમ મેનેજમેન્ટ ફી રૂપે કુલ ₹17,06,35,667ની આવક નોંધાઈ છે, જે ઉત્સવની વધતી લોકપ્રિયતા અને પ્રવાસન ક્ષેત્રે તેની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.

 

(7:01 PM IST)