News of Wednesday, 25th February 2026
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામની સીમ વિસ્તારની વાડીમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રાજકોટ રૂરલ
SOG એ વાડીમાંથી ગાંજા ના છોડ નંગ બે જેનો વજન 17 કિલો 297 ગ્રામ કુલ કિંમત રૂપિયા 8,64,850 કુલ મુદ્દામાલ કબજે કર્યો

ધોરાજી:ધોરાજી તાલુકાના પાટણવાવ ગામની સીમ વિસ્તારની વાડીમાં ગાંજાનું વાવેતર(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ રાજકોટ રૂરલએ ઝડપી પાડ્યું છે
રાજકોટ ગ્રામ્ય SOG ટીમ નેં યોગ્ય બાતમી આધારે કાંતિલાલ ઉર્ફ રૂગાભાઈ સોજીત્રા પાટણવાવ પોતાની વાડી ખેતર માં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ એટલે કે ગાંજા નું વાવેતર કરેલ ઝડપી પાડ્યું
SOG એ વાડીમાંથી ગાંજા ના છોડ નંગ બે જેનો વજન 17 કિલો 297 ગ્રામ કુલ કિંમત રૂપિયા 8,64,850 કુલ મુદ્દામાલ કબજે કર્યો
પાટણવાવ ગામ માં રહેતા અને વાડી માલિક કાંતિલાલ ઉર્ફ રૂગાભાઈ સોજીત્રા નેં ગાંજા ના વાવેતર સાથે પકડી પાડેલ
ધોરાજી તાલુકાના પાટણવાવ માં વાડી વિસ્તાર માં ખેતર માંથી ગાંજા નું વાવેતર SOG એ કબ્જે કરી પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવતી રાજકોટ ગ્રામ્ય SOG
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
