<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

અમરેલીમાં પતિ-પત્‍નિ વચ્‍ચે બોલાચાલી થતા પરણીતાનું ગળાફાંસો ખાઇ જતા, બગસરામાં વૃધ્‍ધનું ગાદલામાં આગ લાગતા મોત

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૬: અમરેલી જીલ્લામાં દીન પ્રતિદીન અપમળત્‍યુના બનાવોમાં ચિંતા જનક રીતે વધારો થઇ રહયો છે. ત્‍યારે અમરેલી જીલ્લામાં વધુ બે અપમળત્‍યુના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા. જેમાં અમરેલીમાં પતિ-પત્‍નિ વચ્‍ચે બોલાચાલી થતા પરણીતાનું ગળાફાંસો ખાઈ જતા બગસરામાં વળધ્‍ધનું ગાદલામાં આગ લાગતા મોત નીપજયું હતું.અમરેલી જેસીંગપરા રામપરા શેરી નં.૦૫માં રહેતા દર્શ નાબેન દિપકભાઈ બાવળીયા ઉ.વ.૩૦ને પતિ-પત્‍નિ વચ્‍ચે બોલીચાલી તથા દર્શનાબેને ગળાફાંસો ખાઈ જતા મોત નીપજયાનું પતિ દિપકભાઈ ભુરાભાઈ બાવળીયાએ આમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં બગસરામાં રહેતા જીવરાજભાઈ ગોકળભાઈ પોપલીયા (ઉ.વ.૯૦) મચ્‍છર ભગાડવા માટે રૂમમાં ઘુમાડો કરતા હોય.અને બીડી પીવાની ટેવવાળા હોય જે કારણોસર ગાદલામાં આગ લાગવાથી અકસ્‍માતે ઘુ દાઝી જવાથી મોત નીપજયાનું પુત્ર કિશોરભાઈ જીવરાજભાઈ પોપલીયાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

રાજુલાના છતડીયા ગામની યુવતી કોલેજેથી ગુમ

રાજુલા તાલુકાના છતડીયા ગામની યુવતી પોતે પોતાની મેળે રાજુલા મહીલા કોલેજેથી કંઈ પણ કહયા વગર કયાંક જતી રહી ગુમ થયાનું યુવતીના પિતાએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જીલ્લામાં દેશી દારૂના ૨૨ સ્‍થળે દરોડા ૬ મહીલા સહીત ૨૧ શખ્‍સો ઝડપાયા

અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા ૨૨ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને ૬ મહીલા સહીત ૨૧ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં મરીન પીપાવાવ, અમરેલી તાલુકા, વંડા, ધારી, જાફરાબાદ મરીન, ખાંભા, બાબરા, અમરેલી સીટી, બગસરા, વડીયા, લાઠી, સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, દામનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે જીલ્લામાં પોલીસે જુદા જુદા સ્‍થળેથી ૧૯ શખ્‍સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં ધારી,મરીન પીપાવાવ, ડુંગર, ચલાલા, ખાંભા, બાબરા, નાગેશ્રી,અમરેલી સીટી, અમરેલી તાલુકા, વડીયા, સાવરકુંડલા રૂરલ, દામનગર, જાફરાબાદ ટાઉન,રાજુલા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.

(10:50 AM IST)