News of Thursday, 26th February 2026
ધ્રોલના મોડપરના પાટીયા પાસે કારની ઠોકરે ૭૦ વર્ષના વૃધ્ધાનું મોત
પુરપાટ ઝડપે કાર ચલાવનાર રાજકોટના વિજય ગોવિંદભાઇ ગરોધરા સામે ગુન્હો

(સંજય ડાંગર દ્વારા) તા. ૨૬: ધ્રોલના જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. ગઈકાલે સવારે આશરે નવ વાગ્યાની આસપાસ ખોખારો હોટલ સામે રોડ ક્રોસ કરી રહેલા ૭૦ વર્ષીય વળદ્ધાને બેફામ ઝડપે આવતી એક કારે જોરદાર ટક્કર મારતા તેમનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે ધ્રોલ પોલીસે રાજકોટના કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી
બનાવની વિગતો મુજબ, ધ્રોલ તાલુકાના દેડકદડ ગામે રહેતા રંભીબેન માધાભાઇ સાડમીયા (ઉંમર ૭૦ વર્ષ) ગઈકાલે સવારે મોડપર ગામના પાટીયા પાસે આવેલી દુકાને ઘરવખરીનો સામાન લેવા માટે ગયા હતા. સામાનની ખરીદી કરીને તેઓ જ્યારે પરત ફરી રહ્યા હતા અને ખોખારો હોટલ સામે હાઈવે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ધ્રોલ તરફથી અચાનક આવેલી ફોર વ્હીલર ગાડી નંબર GJ-03-PD-૮૫૬૭ ના ચાલકે રંભીબેનને હડફેટે લીધા હતા. કારના ચાલક વિજયભાઇ ગોવિંદભાઇ ગરોધરા (રહે. શાષાીનગર, ગાંધીગ્રામ, રાજકોટ) એ પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રંભીબેનને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને શરીરે છોલછાલ થઈ હતી. ગંભીર ઈજાઓને કારણે વળદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માત અંગે મળતકના પુત્ર ધીરૂભાઇ માધાભાઇ સાડમીયા (ઉંમર ૫૦ વર્ષ, રહે. દેડકદડ) એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર ચાલક વિજયભાઇ ગોવિંદભાઇ ગરોધરા વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પો.હેડ કોન્સ. આર.ડી.જાડેજા ધ્રોલ પોલીસ ચલાવી રહ્યા છે. (૩.૯)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
