<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ઉપલેટાના ગધેથડના પૂ. લાલબાપુની પચ્‍છેગામમાં પધરામણીના પગલે ડીઆઇજી દ્વારા માર્ગદર્શન

 

(જગદીશ રાઠોડ દ્વારા).  ઉપલેટા તા ૨૬ :.. પચ્‍છેગામ પૂ શ્રી રમેશભાઈ ઓઝા ની સપ્તાહનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલછે આ પ્રસંગે ગધેથડના વંદનીય સંત પૂ શ્રી લાલબાપુ પચ્‍છેગામ પધારતા હોય તેમની નિશ્રામાં અનેક કાર્યક્રમો ના આયોજન થઈ રહ્યું છે ત્‍યારે તે બાબતે ડી આઈજી રાજેન્‍દ્રસિંહ ચુડાસમા એ ટ્રાફીક મોબાઇલ નેટવર્ક ઈલેક્‍ટ્રીક સહિતની જરૂરી વ્‍યવસ્‍થા અંગે માર્ગદર્શક આપી જરૂરી સુચનો કર્યો હતા જેથી કાર્યક્રમ સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે સંપન થઈ શકે. આ તકે ધંધુકા રાજપૂત સમાજ ના પ્રમુખ જયવીરસિંહ ચુડાસમા ભાયાવદર રાજપૂત સમાજ ના પ્રમુખ ઈન્‍દ્રવિજયસિંહ ચુડાસમા તથા ભાયાવદર રાજપૂત સમાજ ના આગેવાનો હોદ્દેદારો યુવાનો લાઠનાં યુવા સરપંચ પળથ્‍વીસિંહ ચુડાસમા સહિતના અગ્રગણીઓ ઉપસ્‍થિત રહી સહયોગ આપ્‍યો હતો. (તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા) 

(11:42 AM IST)