<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

મોરબી જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સુધારો : કોંગ્રેસનું કલેક્‍ટર તંત્રને આવેદન

મોરબીમાં વાસ્‍તવિક રીતે દરરોજ રપ,૦૦૦ લીટરથી વધુ દારૂનું વેચાણ : માત્ર બે-પાંચ લીટર દેશી દારૂના કેસ કરી સંતોષ માની લેવાય છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૬: મોરબી જિલ્લામાં કથળતી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સુધારવા બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્‍ટર તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આ આવેદનપત્ર થકી જિલ્લાની વર્તમાન અશાંતિભરી પરિસ્‍થિતિ તરફ કલેક્‍ટરનું ધ્‍યાન દોર્યું છે.

આવેદનમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં ગુનાહિત પ્રવળત્તિઓમાં ચિંતાજનક વધારો થયો છે. તાજેતરમાં શનાળા મેઈન રોડ જેવા જાહેર વિસ્‍તારોમાં થયેલી હત્‍યાની ઘટનાઓથી લોકોમાં ભારે ભયનો માહોલ છે. માળિયા અને આસપાસના વિસ્‍તારોમાં સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ રૂ. ૧.૬૩ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાવવાની ઘટનાઓ સાબિત કરે છે કે સ્‍થાનિક સ્‍તરે કાયદાનો અમલ નબળો પડ્‍યો છે. વધુમાં, રોહિશાળા ગામ જેવા ગ્રામીણ વિસ્‍તારોમાં રાત્રિ દરમિયાન થતી ચોરીની ઘટનાઓને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં અસુરક્ષાની ભાવના જોવા મળી રહી છે.

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે મોરબી પોલીસ માત્ર બેપ્રપાંચ લીટર દેશી દારૂના કેસ કરી સંતોષ માની લે છે. જ્‍યારે વાસ્‍તવિક રીતે દરરોજ રપ,૦૦૦ લીટરથી વધુ દારૂનું વેચાણ થાય છે. ત્રણ દિવસ પહેલા બનેલા હત્‍યાના બનાવ બાદ રાત્રી પેટ્રોલીંગ શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. શહેરી અને ઔદ્યોગિક વિસ્‍તારોમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની સખત જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્‍યો છે. મોરબી એક મોટું ઔદ્યોગિક હબ હોવાથી, અહીંની શાંતિ અને સુરક્ષા સીધી રીતે વેપાર-ઉદ્યોગ અને સામાન્‍ય જનજીવનને અસર કરે છે.

(1:39 PM IST)