News of Thursday, 26th February 2026
ખંભાળીયા-દ્વારકા હાઇવે ઉપર પદયાત્રીકોની સેવા કેમ્પનો ધમધમાટ
પોલીસ પરિવાર, સેવાભાવી સંસ્થાઓ સહિતના દ્વારા ભોજન, ઠંડા પીણા, આરામની સુવિધા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૬: દ્વારકામાં પ્રસિધ્ધ ફુલડોલ ઉત્સવ હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી ગયો હોય આ ઉત્સવનો લાભ લેવા પગપાળા જનારા ભાવિકોથી ખંભાળિયાથી દ્વારકા સુધીનો વિસ્તાર રોડ છવાઇ ગયો છે. તો ઠેરઠેર સેવાકેમ્પો પર સેવકોના કાર્યોનો ધમધમાટ પણ રાત દિવસ ચાલી રહયો છે.
ખુબજ ઉત્સાહથી જતાં પદયાત્રીઓ
પદયાત્રા કપરી હોય પણ ભકતો પર દ્વારકાધીશની કૃપા હોય તેની મોટી સંખ્યામાં પદયાત્રીઓ પોતાના ગ્રુપ સાથે દ્વારકાધીશની જય બોલાવતા રોજ હજારોની સંખ્યામાં નીકળી રહયા છે. હવે હોળી પર્વ નજીક આવી ગયું હોય રાજકોટ, જામનગર, પોરબંદર, સોમનાથના ભાવિકો પણ મોટી સંખ્યામાં નીકળી પડયા છે પણ પર્વને ઉત્સાહથી ચાલતા પદયાત્રીઓ હાથમાં ધજા સાથે રેંકડીમાં દ્વારકાધીશની છબી સાથે હાથમાં પ્રતિમા લઇને જતા ખુબજ ઉત્સાહવાળા જોવા મળે છે.
ખંભાળિયા દ્વારકા રોડ પર સેવા ડેપોનો ધમધમાટ ર૪ કલાક ચાલુ રહે છે. દ્વારકા જિલ્લા પોલીસના સેવા કેમ્પ ઉપરાંત અનેક સેવાકીય કેમ્પો જેમાં અનેક વર્ષોથી નિયમિત કેમ્પો ચલાવે છે ત્યાં સવારથી મોડી રાત્રિી અને ફરી વહેલી સવારથી યાત્રિકો વિવિધ સેવાનો લાભ લે છે તો સેવા માટે પણ અસંખ્ય સેવકો મોટી સંખ્યામાં ઉભા છે.
અનેક સેવા કેમ્પોમાં નાહવા ધોવાની વ્યવસ્થા, ભોજન નાસ્તા, ચા પાણી, ઠંડા પીણા, સામાન્ય આરોગ્ય વિષયક દવાની સુવિધા છે.
આ ઉપરાંત પગની માલીસની પણ વ્યવસ્થા સાથે મશીનોની પગને આરામ મળે તે માટેની પણ વ્યવસ્થા સાથે રાત્રે ચાલનારા પદયાત્રીને ચમકતા સ્ટીકરો લગાવવાની પણ સેવા પુરી પાડવામાં આવે છે.
રસ્તા પર ભકતો પદયાત્રી માટે ઉમટયા
રોજ હજારોની સંખ્યામાં દ્વારકા જતાં માનવ મહેરામણની સેવા કરી પુણ્ય કમાવા માટે પણ ઢગલા બંધ ભકતો વિવિધ સેવા સામગ્રી લઇ રોડ પર ઉભા રહીને જતાં પદયાત્રીઓની સેવા કરે છે.
રસ્તા પર પીવાના ઠંડા પાણીના મોટા જગ લઇને મોટા જથ્થામાં ઠંડી છાશ તથા લચ્છી તથા સરબત લઇને ટેન્કર ભરીને ફળો અને લીલા નાળીયેર લઇ ને, તરબૂચના ટેંપર ભરીને, મીઠાઇઓ લઇને તથા ડ્રાયફ્રુટના ઢગલા લઇને ભાવિકો રસ્તે નીકળતા પદયાત્રીઓને આપીને સેવા કરતા નજરે પડે છે. તો અત્યંત મોટી સંખ્યામાં ચાલતા સેવા કેમ્પો આ પ્રેમની આગ્રહ કરીને સેવા માટે લઇ જવા અનેક સેવકો પદયાત્રીના પગમાં પડીને લઇ જાય છે.!!
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
