તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Thursday, 26th February 2026
ખેતી ક્ષેત્રે ખુશી ઉગશે, વીજ ક્ષેત્રે ઝગમગાટ, પાણીનું પાણીદાર આયોજન : રાઘવજી પટેલ
વિધાનસભામાં બજેટને આવકારતા પૂર્વકૃષિમંત્રી : સરકારને અભિનંદન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૬ : અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા પૂર્વ કૃષિમંત્રી અને ધારાસભ્ય રાધવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો માંગે ત્યારે ખેડૂતોને ખેતીવાડી માટે વીજકનેકશન મળી રહે છે. વીજતંત્ર તરફથી ખૂબ સારો સહકાર ખેતીકામ માટે જયારે મળી રહ્યો છે ત્યારે આ વીજસહાય આપવા માટેની આ નાણાકીય ફાળવણીને હું આવકારું છું. સાથેસાથે સૂક્ષ્મસિંચાઇના વિકાસ માટે ૫૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલ છે. રાજયના ૩૭,૯૧૮ થી વધુ ખેડૂતોને રુ. ૪૯૦ કરોડથી વધુની રકમ આર્થિક સહાય, ખેડૂત અકસ્માત વીમા યોજના મારફત ચૂકવવામાં આવી છે જેનાથી ખેડૂતોના કુટુંબોને આર્થિક સહાય મળી શકે અને મદદરૂપ થઈ શકાય.
પી.એમ. કિસાન સન્માન નીધિની ૨૦ હપ્તામાં પ૯ લાખથી વધુ ખેડૂત પરિવારોને રુ. ૨૧,હજાર ૮૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. રાજયના ખેડૂતોના અને ખેતીના સર્વાંગી વિકાસ માટે આ બજેટમાં ખૂબ સારી જોગવાઈ કરી અને ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેતીનો સર્વાંગી વિકાસ થાય અને રાજસ ખેતીવાડી ક્ષેત્રે આગળ પ્રગતિ કરે એના માટે નાણામંત્રીશ્રીએ આ બજેટમાં ખૂબ સરસ આયોજન કરી કરી છે. આ રાજયના ખેતીવાડી ક્ષેત્રે ખૂબ સારો વિકાસ થઇ શકે એના રાજય સરકારે નાણામંત્રીએ આ રાજયના અંદાજપત્રમા નાણાકીય ફાળવણી કરી છે એના માટે માટે હું ખૂબ આવકારૂ છું. શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવેલ કે પાણી એ જીવનનો આધાર છે અને બે માટે રકમની ફાળવણી ટ્ટમુખ્યમંત્રીના નેતળત્વ હેઠળ આવકારું છું. હું રાજયના જળશકિત વિકાસનો આધાર છે. ખેતી હોય, ઉદ્યોગો હોય કે યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, વરસાનુમાં ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં માનવજીવન માટે સૌથી મહત્વપૂર્ણ સંસાધન એ પાણી છે.
ગુજરાત એ અર્ધશુષ્ક પ્રદેશ હોવા છતાં આ રાજયે પાણી સંચાલન ક્ષેત્રે રાજ્યને માર્ગદર્શક મારફતે ગુજરાતે પાણીના આપ્યું છે. સરદાર સરોવર યોજના, સુજલામ સુફલામ સંચય માટેની યોજનાઓ અને માઇક્રો ઇરીગેશન જેવી યોજના સ્વગમાં ક્રાંતિ કરી છે અને આ બજેટમાં જળસંપત્તિ વિભાગ માટે રુ. ૧૩,૯૪૪ કરોડની જોગવાઈ રાજયસર્વાંગી વિકાસ માટે કરી છે. ખાસ કરીને કેચ ધોરેન નામનો જે કેન્દ્ર પુરસ્કળત કાર્યક્રમ અમલમાં મૂકાણો છે એની ગુજરાતમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે. સાથોસાથ ગત વર્ષે રાજ્યના મુખ્યમંત્રીએ વરસાદી પાણીના સંગ્રહ માટેના કામો માટે દરેક ધારાસભ્યોને રુ. ૫૦ લાખ જેટલી એની ગ્રાંટમાં વધારો કરી અને આવો કામો રાજયમાં વધુમાં વધુ થઈ શકે એના માટે ઉત્તમ દ્રષ્ટાંત રાજયના મુખ્યમંત્રીએ પૂરું પાડયું છે અને આ યોજના માફરત સમગ્ર રાજયમાં સુંદર કામગીરી થઇ રહી છે. ખાસ કરીને નવા ચેકડેમ, કેનાલ નેટવર્કનું વિતરણ અને આધુનિકરણ, ભૂગર્ભ જળ સ્તર વધારવા માટેના રીચાર્જ પ્રોજેકટ અને ખેડૂતો માટે માઇક્રો ડ્રીપ યોજનાઓ પાણી વ્યવસ્થાપન અને ડીજીટલ મોનીટરીંગ અને સ્માર્ટ સીસ્ટમ માટેની આ તમામ યોજનાઓ માટે જરૂરી નાણાકીય ફાળવણી રાજયના નાણામંત્રીશ્રીએ સિંચાઇ ક્ષેત્રે કરી છે ત્યારે હું એને આવકારું છું.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઇ પટેલએ કહ્યું કે માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે અને બીમાર પશુઓને પણ આશ્રય મળી રહેશે. કામધેનુ યુનિવર્સિટીની યોજનાઓ માટે રૂ.૪૨૪ કરોડની ફાળવણીથી શિક્ષણનો કુલ વ્યાપ વધશે. ડેરી ક્ષેત્રે નવા સંશોધનો થશે. જેનો સીધેસીધો લાભ ખેડૂતો અને વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ થકી મળશે. પશુ ચિકિત્સામાં નવી ટેક્રૉલૉજી થકી શૈક્ષણિક આંતર માળખું મજબૂત થશે. ખાણદાણ સહાય યોજના મારફત રૂ.૬૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગાભણ પશુઓને પૌષ્ટિક આહાર મળશે, તંદુરસ્ત બચ્ચાંઓનો જન્મ થશે. દૂધ ઉત્પાદકતામાં સાતત્યતા જળવાયેલ રહેશે. પશુપાલકોનો આર્થિક ભાર ઘટશે અને વિયાણ પછી પશુની રિકવરી ઝડપી બનશે.
પશુઓના નિભાવનો ખર્ચ બચશે અને આનુવંશિક સુધારણા ઝડપી બનશે. સેક્સ્ડ સીમેન ડોઝનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તો રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવે અને તેના માટે રાજ્ય સરકારે બજેટમાં જે નાણાકીય જોગવાઈ કરી છે તેને હું આવકારું છું.ઓલાદ સુધારણામાં ક્રાંતિ આવે અને વિદેશી નસલની જરૂરિયાત ઘટે તેના માટે આઇ.વી.એફ. ગર્ભધારણ સહાય યોજના દાખલ કરી નાણામંત્રીશ્રીએ પૂરતી નાણાકીય જોગવાઈ દાખલ કરી છે તેને હું આવકારું છું. વંધ્યત્વ નિવારણ કેમ્પ માટે રૂ.૧૩ કરોડની જોગવાઈ કરી છે. બિનફળદ્રુપ પશુઓની સંખ્યા ઘટે, સારવાર ખર્ચમાં રાહત મળે, પશુધન ઉત્પાદક બને અને આર્થિક નુકસાન અટકે તેના માટે વંધ્યત્વ નિવારણ કેમ્પો યોજવામાં આવે છે. સરકારે તેના માટે પૂરતી નાણાકીય જોગવાઈ પણ કરી છે.
રાઘવજી પટેલ રાજ્ય સરકાર એમ.એસ.પી.ના દરે પૂરતા પ્રમાણમાં ખરીદી કરે છે. રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, પૂરતા વૉલ્ટેજથી દિવસે વીજળી આપે છે, ખેડૂતો માગે ત્યારે વીજ કનેક્શન મળી રહે. છે. ઝીરો ટકા વ્યાજથી ખેડૂતોને પાક ધિરાણ મળે છે. જરૂર પ્રમાણે ખાતર પણ મળી રહે છે અને સિંચાઇની સગવડતા પણ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળી રહે તેના માટે રાજ્ય સરકારે બજેટમાં પૂરી જોગવાઇ કરી છે. વિકસિત ભારત-૨૦૪૭નું જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું છે તેના માટે વિકસિત ગુજરાત બનાવવું ખૂબ જરૂરી છે અને આ વિકસિત ગુજરાત બનાવવા માટે આ વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ખૂબ ઉપયોગી બનશે. તેમ શ્રી રાઘવજી પટેલેએ જણાવ્યું હતું.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
