<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

જામનગરની કલરવ હોસ્‍પીટલને રૂા. ૬પ,૬૬૦૦૦ વ્‍યાજ સહિત ચુકવવા જામનગર સેસન્‍સ કોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૬: કલરવ ચિલ્‍ડ્રન હોસ્‍પીટલનો રૂા. ૬પ,૬૬,૦૦૦/- વ્‍યાજ સહીત વસુલવાનો જામનગર જીલ્લા પંચાયત સામેનો દાવો વાદીનાં ખર્ચ સહીત મંજુર કરી ચુકવવા જામનગર સેસન્‍સ જજે હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, જામનગરનાં કલરવ ચિલ્‍ડ્રન હોસ્‍પીટલનાં સંચાલક ડો. ડી. એમ. પોપટ સરકારશ્રીની ‘બાળશખા યોજના' હેઠળ એપ્રિલ-ર૦૧૯ થી માર્ચ-ર૦ર૦નાં એક વર્ષનાં સમયગાળા દરમ્‍યાન પ્રતિવાદી સાથેના ‘એમ.ઓ.યુ.' કરાર મુજબ નવજાત શિશુ (ન્‍યુ બોર્ન) ને જન્‍મ પછીનાં પ્રથમ-ર૮ દિવસમાં આપવાની થતી સારવાર નિશુલ્‍ક પુરી પાડીને એક બાળક દીઠ સારવારનો ખર્ચ રૂા. ૪૯,૦૦૦/- લેખે કુલ-૧૩૪ બાળકોનાં સારવારનો ખર્ચ રૂા. ૬પ,૬૬,૦૦૦/- ચુકવી આપવા પ્રતિવાદી જીલ્લા આરોગ્‍ય અધિકારી અને જામનગર જીલ્લા પંચાયતને નોટીસ આપ્‍યા બાદ પણ કોઇ રકમ ચુકવી ન હતી.

આથી ડો. ડી. એમ. પોપટે જામનગર કોર્ટમાં નવજાત શિશુને આપેલ સારવાર ખર્ચની રકમ રૂા. ૬પ,૬૬,૦૦૦/- અંકે રૂપિયા પાંસઠ લાખ છાંસઠ હજાર વસુલ મળવા અંગેનો દાવો કરેલો અને તે દાવાનાં કામે પ્રતિવાદી જામનગર જીલ્લા પંચાયત તરફે ખુબજ જુદા-જુદા કાનુની મુદ્દાઓની તકરાર લઇને વાદીનો દાવો નામંજુર કરવા પ્રયત્‍ન કરવામાં આવેલ. પરંતુ વાદી પક્ષે રજુ રાખેલ પુરાવા અને જુદી-જુદી ઉચ્‍ચ અદાલતોનાં ચુકાદાઓ ધ્‍યાને લઇને જામનગરનાં ત્રીજા એડી. સેશન્‍સ જજ ગાંધીએ વાદીનો દાવો રૂા. ૬પ,૬૬,૦૦૦/- દાવાની તારીખથી ૬% સાદા વ્‍યાજ સાથે વ્‍યાજ સહીત પ્રતિવાદી જીલ્લા પંચાયતે ચુકવવા તેમજ દાવાનું ખર્ચ વકીલ ખર્ચ સહીત રૂા. ૧,૦૯,૮૪ર/- વાદીને ચુકવવા હુકમ ફરમાવેલ છે.

આ કામે વાદી ડો. પોપટ તરફે વકીલશ્રી તરીકે કેતન એન. સિંધવા, સુનીલ સી. પોપટ, પરેસ વી. અનડકટ તેમજ પંકજ આર. દોંગા રોકાયેલ હતા.

વાદી ડો. પોપટના એડવોકેટ

પંકજ દોંગા-કે. એન. સિંધવા

(3:04 PM IST)