News of Thursday, 26th February 2026
ભાવનગર રેન્જમાં એસએમસીની 10 દિવસમાં દારૂની ત્રીજી મોટી રેડ :રાજુલાના ભચાદર ગામ નજીક ઈંગ્લીશ દારૂનું કટિંગ ઝડપાયું.
ટ્રકનો ડ્રાઈવર ઝડપાયો, 8 આરોપી ફરાર:વિવિધ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 15178 ઝડપી લેવાઈ :બોલેરો ટ્રક દારૂ સહિત મુદામાલ કુલ 68,65,710નો મુદામાલ જપ્ત

ભાવનગર રેન્જમાં ગુજરાત SMCની 10 દિવસમાં દારૂની ત્રીજી મોટી રેડ પાડવામાં આવી છે. રાજુલા તાલુકાના ભચાદર ગામ નજીક ઈંગ્લીશ દારૂનું કટિંગ ઝડપાયું છે હોળી ધુળેટીના તહેવાર માટે ઈંગ્લીશ દારૂનો ટ્રક મંગાવવામા આવ્યો હતો. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂના કટિંગ થાય તે પહેલાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.કે.કરમટાએ દરોડો પાડ્યો હતો દરોડા કાર્યવાહીમાં ટ્રકનો ડ્રાઈવર ઝડપાયો છે જયારે 8 આરોપી ફરાર થયા હતા, આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે વિવિધ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 15178 ઝડપી લેવામાં આવી છે . બોલેરો ટ્રક દારૂ સહિત મુદામાલ કુલ 68,65,710નો મુદામાલ જપ્ત કર્યો છે. ભાવનગર રેન્જમાં બોટાદ બાદ અમરેલી જિલ્લામાં દારૂનું દુષણ વધતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે .
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
