<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

મોરબીને મળશે વધુ એક નજરાણું: નાની વાવડીમાં રૂ. 1.30 કરોડના ખર્ચે બનશે આધુનિક ઈકો-ફ્રેન્ડલી પાર્ક.

જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સોલાર લાઈટ્સ જેવી સુવિધાઓથી હશે સજ્જ: 2000 થી 2100 જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના નાની વાવડી વિસ્તારમાં રહેવાસીઓ માટે એક શાનદાર ભેટ તૈયાર કરવામાં આવી રહી છે. રૂ. 1.30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ અને ઇકો-ફ્રેન્ડલી વાતાવરણ ધરાવતા પાર્કનું વિકાસ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે, જે આગામી સમયમાં શહે૨ની સુંદરતામાં વધારો ક૨શે.

    પાર્કમાં હરિયાળી જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીમ, ગુલમોહર, ચંપા અને સપ્તપર્ણી જેવા અંદાજે 2000 થી 2100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત, આકર્ષક દેખાવ માટે જાસુદ અને ઈક્સોરા જેવી ઝાડીઓ તેમજ મચ્છર નિયંત્રણ માટે ખાસ સિટ્રોનેલાના છોડ પણ રોપવામાં આવશે.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ
આ પાર્કમાં નગરજનોના સ્વાસ્થ્ય અને મનોરંજન માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે:
વોકિંગ અને જોગિંગ ટ્રેક: રેડ સૅન્ડ અને પેવર આધારિત સ્પેશિયલ ટ્રેક.
બેઠક વ્યવસ્થા: આરામદાયક પર્ગોલા અને બેન્ચીસ.પર્યાવરણ જતન: રેઈનવોટર હાર્વેસ્ટિંગ પિટ્સ અને ડ્રિપ સિંચાઈ પ્રણાલી.
સોલાર એનર્જી: રાત્રિના સમયે પ્રકાશ માટે સોલાર પાવર આધારિત સ્ટ્રીટલાઇટ્સ.
ચિલ્ડ્રન એરિયા: બાળકો માટે ખાસ પ્લે એરિયા અને યોગ/ધ્યાન માટે ખુલ્લું પ્લાઝા.
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખાના નાયબ ઇજનેરના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી નાની વાવડી અને આસપાસના વિસ્તારના લોકોને શુદ્ધ હવા અને ફરવા માટે એક ઉત્તમ સ્થળ મળી રહેશે. આ પ્રોજેક્ટ ટકાઉ વિકાસ અને પર્યાવરણ જાગૃતિના હેતુથી અમલમાં મૂકવામાં આવ્યો છે

(10:50 PM IST)