<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બોર્ડની પરીક્ષા અને ટ્રાફિક સમસ્યાને પગલે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનની 6 ટ્રીપ 12 માર્ચ સુધી રદ કરાઈ.

મો૨બી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનની 12 ટ્રીપ માંથી 6 ટ્રીપ 27 ફેબ્રુઆરીથી 12 માર્ચ 2026 સુધી રદ

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય અને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અનુરોધથી મો૨બી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનની 12 ટ્રીપ માંથી 6 ટ્રીપ 27 ફેબ્રુઆરીથી 12 માર્ચ 2026 સુધી રદ કરવામાં આવી છે.

     પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં મચ્છુ નદી પર આવેલા જૂના પાડાપુલનું સમારકામ તેમજ નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વચ્ચે ડેમુ ટ્રેનની અવરજવરના કારણે ફાટકો વારંવાર બંધ થતી હોવાથી શહેરમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ સ્થિતિમાં બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાફિકની હાલાકીનો સામનો ન ક૨વો પડે અને વાહનવ્યવહાર સુચારૂ રીતે જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર દ્વારા રેલવે પ્રશાસનને ડેમુ ટ્રેનની ટ્રીપ ઘટાડવા રજૂઆત કરવામાં આવી હતી.
  જનહિતને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા 27 ફેબ્રુઆરીથી 12 માર્ચ 2026 સુધી વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી 6 ડેમુ ટ્રેનોનું સંચાલન અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

(11:34 PM IST)