<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

વેરાવળ-પાટણ નગરપાલિકામાં બજેટમાં સર્જયો વિવાદ : વિપક્ષનો વોકઆઉટ:125 કરોડનું બજેટ બહુમતીથી મંજૂર

દુર કરાયેલા સેક્રેટરી દ્વારા બજેટ બેઠકનું સંચાલન કરતા વિવાદ : ચીફ ઓફિસરના આદેશ છતાં દિગંત દવે બેઠકમાં હાજર

ગીર સોમનાથની નગરપાલિકાની બજેટમાં વિવાદ સર્જાયો હતો., વેરાવળ-પાટણ નગરપાલિકામાં વિપક્ષે વોકઆઉટ કર્યો હતો. ભાજપે બહુમતીના બળે રૂ.125 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું , દુર કરાયેલા સેક્રેટરી દ્વારા બજેટ બેઠકનું સંચાલન કરતા વિવાદ સર્જાયો હતો.ચીફ ઓફિસરના આદેશ છતાં દિગંત દવે બેઠકમાં હાજર રહ્યા હતા.વિપક્ષી નેતા અફઝલ પંજાનો કડક વિરોધ કર્યો હતો ,કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આપી હતી , પાલીકાની કામગીરી અને વહીવટ પર વિપક્ષના આક્ષેપ કર્યા હતા  

 

(12:09 AM IST)