News of Friday, 27th February 2026
મોરબી હત્યા કેસ : જમીન લે-વેચની માથાકૂટમાં હત્યા, મૃતદેહ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો
શકમંદને સાથે રાખી પોલીસે સ્થળ પર ખાડો ખોદી મૃતદેહ બહાર કાઢ્યો: આરોપીને કડક સજાની માંગ, મૃત્યુદેહ સ્વીકારવા ઇન્કાર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યા છે સોની યુવાનની હત્યા બાદ પણ ગુનાખોરી રોકાવાનું નામ લઇ રહી નથી બુધવારે જ જીલ્લા કોંગ્રેસે કાયદો વ્યવસ્થા અંગે આવેદન આપ્યું હતું પાટીદાર યુવા સંઘે વ્યાજખોરો અને લુખ્ખાઓના ત્રાસ અંગે રજૂઆત કરી હતી ત્યારે ગઈકાલે એક મુસ્લિમ આધેડની હત્યા કર્યા બાદ જમીનમાં દાટી સળગાવી દઈને ઉપર સિમેન્ટ ધાબુ કરી દીધાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિસીપરમાં રહેતા તાજમહમદ ભટ્ટી નામના આધેડ ગત તા. ૧૯ ના રોજ ગુમ થય હત ગુમ થયા બાદ કોઈ ભાળ મળી ના હતી અને તા 26 ના આધેડની હત્યા થયાનું સામે આવ્યું છે જેમાં સેવા સદન પાસેથી કારમાં બેસાડી લઇ ગયા બાદ ભડિયાદ ગામ નજીક મારકૂટ કરવામાં આવી હતી અને હત્યા કર્યા બાદ પીપળી રોડ પર આવેલ કારખાનામાં મોટો ખાડો કરી એમાં મૃતદેહ રાખી લાકડા અને ડીઝલ વડે સળગાવી દીધો હતો એટલું જ નહિ બાદમાં ઉપર સિમેન્ટ ધાબુ કરી નાખવામાં આવ્યું હતું બનાવની જાણ થતા ડીવાયએસપી, તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને શકદારને સાથે રાખી પોલીસે કારખાનામાં દાટેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો જેથી જગ્યા કોની છે તે દિશામાં પણ પોલીસે તપાસ ચલાવી છે.
જેસીબીની મદદથી ખાડો ખોદી મૃતદેહ બહાર કાઢ્યો
મૃતદેહ દાટી દીધાની માહિતીને પગલે પોલીસે કારખાના ગ્રાઉન્ડમાં જેસીબી સહિતના સાધનોની મદદથી ખાડો કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.
જમીન લે-વેચ કામ કરતા, મારકૂટ કરી હત્યા કર્યાની શંકા : ડીવાયએસપી.
હત્યાના બનાવ અંગે ડીવાયએસપી આલે જણાવ્યું હતું કે ગત તા. ૧૯ ના રોજ તાજમહમદ ભટ્ટી જે જમીન લે વેચ કામ કરતા હતા તેને સેવા સદન પાસેથી બાલા થોભણ નામના વ્યક્તિ તેની ગાડીમાં બેસાડી લઇ ગયા હતા જમીન લે વેચ કામ કરતા હતા અને દસ્તાવેજ બાબતનો ડખ્ખો હોવાથી શકદાર તેને ભડિયાદ લઇ જઈને મારકૂટ કરી હતી બાદમાં હત્યા કરી પીપળી રોડ પર કારખાનાના ગ્રાઉન્ડમાં ખાડો કરી મૃતદેહ સળગાવી દાટી દીધો હતો જેથી FSL, મામલતદાર અને ડોક્ટર ટીમોને સાથે રાખી સ્થળ પરથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અને ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આરોપીને કડક સજાની માંગ, મૃતદેહ સ્વીકારવા ઇનકાર : સમાજ પ્રમુખ
બનાવ અંગે મિયાણા સમાજ પ્રમુખ અકબર મોવરે જણાવ્યું હતું કે તા. ૧૯ ના રોજ તાજમહમદ ગુમ થયા હતા અને આજે માહિતી મળી કે મૃતદેહ દાટી દીધો છે પોલીસ ટીમોએ સ્થળ પરથી મૃતદેહ બહાર કાઢ્યો છે હત્યાના બનાવમાં આરોપીઓને કડક સજા ન મળે અને સરઘસ કાઢવામાં ના આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવામાં આવે તેમ જણાવ્યું હ
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
