News of Friday, 27th February 2026
માણાવદર તાલુકામાં નેતાઓ બજેટમાં GIDC સમાવેશના કરાવી શકયા?!!

(ગીરીશ પટેલ દ્વારા)માણાવદર, તા.૨૭: શહેર એક વખતની માન્ચેસ્ટગણાતું ૩ મોટા પ્લાન્ટ દીપક વેજિટેબલ લિમિટેડ કંપની ની દેશ વિદેશ માં અનેરી નામ ના હતી માણાવદર થી દિલ્હી માં નામ ગુંજતું જેમાં સંખ્ય કામદારો કામ કરતાં શહેર ની રોનક જોવા મળતી અનેક લોકો રોજગારી મેળવી શકતા ઉપરાંત ૧૨૫ થી વધુ જિનિંગ પ્રેસિંગ ફેકટરી માં કાલા કપાસ પિલાય રૂ ની ગાંસડી બની રાજ્ય બહાર જતી જેમાં પણ હજારો લોકોને રોજગારી મળતી.
પરંતુ ૩ મોટા પ્લાન્ટ અને અનેક જિનિંગ પ્રેસિંગ ફેકટરી બંધ થઈ ત્યાર થી રોજગારી માટે મુશ્કેલી સર્જાય છે સરકાર ની નીતિઓ અને અસુવિધા સાથે બજાર ની સ્થિતિ ના કારણે બંધ થઇ છે. નેતા ઓ ચૂંટણી ટાણે વચનો આપી જીતી ગયા પણ શહેર ના ઉધોગિક વિકાસ માટે કાય કર્યું નથી તે હાલ ની સ્થિતિ ઉપર થી જોવા મળે છે સરકાર વારંવાર વિકાસ વિકાસ ની ગુલબાંગો ફેકે છે વાસ્તવ માં નાના માણસો નાગરિકો માટે આ ગામડા અને તાલુકા ના વિકાસ માટે ધ્યાન આપ્યું નથી. સરકાર પાસે અગાઉ પણ GIDC સ્થાપવા માંગ કરી હતી પણ આટલા વર્ષો માં કોઈ કામ થયું નહીં.
માણાવદર તાલુકા ની જનતા એ બે બે કેબિનેટ મંત્રી ચૂંટણી જીતાડી બનાવ્યા પણ ઉધ્યોગ કરી ના શકયા. ફરી તાજેતર ના બજેટ માં ૫ નવી GIDC ફાળવી તે અન્ય ને આપી માણાવદર શહેર ની બાદબાકી થઈ ત્યારે જનતા ણૂળ ભુપેન્દ્રભાઈ પટેલ ને કહે છે માણાવદર ગુજરાત માં છે કેપાકિસ્તાન માં ! નહીં તો પછાત કેમ રાખો છો?
માણાવદર તાલુકાના વિકાસ માટે ટેક્સ ફ્રી કરી GIDC ફાળવવા માં આવે તો વિકાસ થાય ગાંસડી અહીં બને છે તો તેમાંથી દોરા ઉદ્યોગ, ખાદી બનાવવા ના કારખાના, બનાવો રોજગાર પણ મળશે. તો અન્ય નેતાગીરી એ કયારે gidc ની માંગ કરી તે જનતા સામે મૂકો. હાલ કેન્દ્રીય મંત્રી છે તો કેન્દ્ર સરકારે બજેટ માં ઉદ્યોગ નો સમાવેશ કેમ ના કર્યો?તે પ્રશ્ન પણજનતા કરે છે. જનતા માત્ર ટેક્સ ભરવા માટે પેદા થઈ તેવું લાગ તો કે નહીં પાણી કેનાલ નહીં રેલ્વે સુવિધા નહીં, ફોર ટ્રેક નહીં, રોજગારી સુવિધા નહીં, તો પછાત રાખવા ટેક્સ ભરવા માટે છે જનતા તેમ કહી રહી છે. વિકાસ માત્ર નેતા ઓનો થયો જનતા એ હિજરત કરવા માટે છે. તેવી પણ હવે ચર્ચા શરૂ થઇ ગઇ છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
