<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

અમરેલી પોસ્‍ટ ઓફિસમાં બોમ્‍બની ધમકી

કર્મચારીઓમાં દોડધામઃ પોલીસ ટીમ દોડી ગઇ

અમરેલી તા.૨૭ :.. ઉપલી કચેરીને ઈમેઈલથી ધમકી મળતા અમરેલી હેડ પોસ્‍ટ ઓફીસ વડી કચેરીના આદેશથી આજે સવારે ખાલી કરી કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. અને ઓફીસને તાળા લગાવી દીધા હતા. બોમ્‍બની ધમકીના પગલે પોસ્‍ટતંત્ર દ્વારા ફાયર બ્રિગેડ સહિતની વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી.

 આમપોસ્‍ટ કર્મચારીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી.પોસ્‍ટ ઓફીસ બહાર આમ પોસ્‍ટલ કર્મચારીઓ સહિત આમ જનતાનું ટોળું પણ રોડ ઉપર નીકળી ગયું હતું.

બોમ્‍બની ઘમકીએ અમરેલીમાં ખાસી ચર્ચા જગાવી છે.શુંથયું ના અનેક પ્રશ્નો સાથે લોકોમાં ભારે કુતુહલ જાગ્‍યું હતું. બોમ્‍બની ધમકીની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી જતા પોલીસ પણ પોસ્‍ટ ઓફીસે દોડી આવી હતી. 

(12:31 PM IST)