<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

વેરાવળ તાલુકાના રામપરા ગામે ખેડૂતોએ ખાનગી સિમેન્ટ કંપનીમાં કામ કરતા ટ્રકોના પૈડા થોભાવ્યા

ખેડૂતોની વીજ લાઇન પોલ સાથે ટ્રક અથડાવતા વીજ પોલ જમીન દોસ્ત થતા વીજળી ગુલ થતા ખેડૂતોએ રો મટીરિયલ લઈ જતા ટ્રકોના પૈડા થંભાવી દીધા

ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના રામપરા ગામે ખેડૂતોએ ખાનગી સિમેન્ટ કંપનીમાં કામ કરતા ટ્રકોના પૈડા થોભાવ્યા હતા . ગામના ખેડૂતોનો આરોપ છે કે વહેલી સવારે 5 કલાકે ટ્રક ચાલકે ખેડૂતોની વીજ લાઇન પોલ સાથે ટ્રક અથડાવતા વીજ પોલ જમીન દોસ્ત થયો હતો. જેના કારણે, વહેલી સવારથી ખેડૂતોની વીજળી ગુલ થતા ખેડૂતોએ રો મટીરિયલ લઈ જતા ટ્રકોના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. આશરે દોઢસોથી પણ વધુ ટ્રકની અવજર જવર ઠપ્પ કરી દેવાઈ છે.

 

(6:30 PM IST)