તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
દ્વારકા પદયાત્રાળુઓ માટે ડીએલએસએ દ્વારા ૪ જગ્યાએ કાનૂની માર્ગદર્શન સ્ટોલની સુવિધા
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકાના ચેરમેન - મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એસ.વી.વ્યાસના માર્ગદર્શન હેઠળ જિલ્લામા કાનૂની જાગૃતિ કેમ્પ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૮: ચાર ધામ પૈકીના અગત્યના ધામ અને સપ્ત પવિત્ર નગરી એવી દ્વારકા શ્રી જગત મંદિર ખાતે અખિલ બ્રહ્માંડના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણના હોળી ધૂળેટી ફૂલ ડોલ ના તહેવાર નિમિતે ગુજરાતભર સહિત અન્ય રાજ્ય માંથી લાખો ની સંખ્યામાં પગપાળા જતા યાત્રાળુઓ તેમજ ધુળેટી ના તહેવાર દરમિયાન દેશભર માંથી લાખો યાત્રાળુઓ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે જતાં હોય છે ત્યારે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકાના ચેરમેન - મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એસ.વી.વ્યાસના માર્ગદર્શન હેઠળ જિલ્લા માં કુલ ૦૪ કાનૂની જાગૃતિ કેમ્પ શરૂ કરવામાં આવ્યા, જેમાં જિલ્લા માં પ્રવેશ થતા આરાધનાધામ ખાતે જિલ્લા પોલીસ વિભાગ સાથે સંકલિત કાનૂની જાગૃતિ કેમ્પ, ખંભાળિયા નજીક ખોડીયાર માતાજી ના મંદિર તેમજ વડત્રા ખાતે પ્રેમ પરિવાર દ્વારા આયોજિત સેવા કેમ્પ માં કાનૂની જાગૃતિ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત DLSA દ્વારા કીર્તિ સ્તંભ દ્વારકા પોલીસ સ્ટેશન પાસે કાનુની જાગૃતિ માટે સ્ટોલો ઊભા કરવામાં આવ્યાછે. જેમાં પી. એલ.વી., રીસોર્સ પર્સન, લીગલ /રીટેનર એડવોકેટને જરૂરિયાત મુજબ ડેપ્યુટ કરવામાં આવ્યા છે જેઓ ખુબજ ઉત્સાહ પૂર્વક પગપાળા જતાં યાત્રાળુ દ્વારકા ખાતે આવેલ યાત્રાળુઓને વિવિધ કાનૂની માર્ગદર્શન સવાર થી લઈ ને મોડી રાત્રિ સુધી આપવામાં આવે છે. આ ઉપરાંત રોડ પર ટ્રાફિક ના નિયમો નું પાલન કરવું, સ્વચ્છતા જાળવવી, રોડ પર અકસ્માત ન થાય તેની તકેદારી રાખવી, જો કોઈ દુર્ઘટના બને તો નાલ્સા હેલ્પલાઇન -૧૫૧૦૦/ ૧૧૨/ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ/ હાઈવે ઓથોરિટી ના ટોલ ફ્રી નંબર ૧૦૩૩ / DLSA કચેરી ના કોન્ટેક્ટ નંબર ૯૨૨૭૧-૧૫૧૦૦ (ઓફિસ સમય દરમિયાન) માં માં કોલ કરી જાણ કરવી તે અંગે નું વિવિધ માર્ગદર્શન સાથે NALSA ની વિવિધ યોજનાઓ બાબતે ખુબજ મોટા પ્રમાણ માં પ્રચાર પ્રસાર થાય એ માટે વિવિધ સાહિત્ય નું વિતરણ પણ કરવામાં આવેછે. DLSA ના ચેરમેન એસ.વી.વ્યાસ તથા ખંભાળિયા ખાતે ના ન્યાયાધીશ દ્વારા જાત મુલાકાત લઈ લીગલ અવેરનેસ એક્ટિવિટી નું જાત નિરીક્ષણ કરી DLSA દ્વારા કરવામાં આવતી લીગલ અવેરનેસ એક્ટિવિટી ની પ્રશંસા કરી હતી.
વિશેષ માં DLSA દ્વારા NHAI સાથે સંકલન કરી હાઈવે પર થી પસાર થતા પદયાત્રી માં ટ્રાફિક એવેરનેસ ફેલાઈ તથા અકસ્માત ન થાય તે માટે પેટ્રોલિગ વાહન સાથે રાખી માઈક તથા સ્પીકર નો ઉપયોગ કરી અનાઉન્સમેન્ટ ના માધ્યમ દ્વારા પદયાત્રી ના રૂટ પર સ્પેશિયલ ડ્રાઈવ નું પણ આયોજન કરેલ હતી. આ ઉપરાંત જગત મંદિર દ્વારકા ખાતે કાર્યરત હેલ્પ ડેસ્ક દ્વારા પણ તહેવાર દરમિયાન લીગલ એવેરનેસ એક્ટિવિટી કરવામાં આવી હતી. હોળી ધૂળેટી ના તહેવાર દરમિયાન DLSA દ્વારા કરવામાં આવતી માસ લેવલ કાનૂની જાગૃતિ કાર્યક્રમ માં જિલ્લા ના વિવિધ વિભાગ નો પ્રો - એક્ટિવ સપોર્ટ મળી રહ્યો છે. આમ આ લીગલ અવેરનેસ સ્ટોલ દ્વારા DLSA દેવભૂમિ દ્વારકા દ્વારા લાખો યાત્રાળુ માં કાનૂની જાગૃતિ ફેલાવામાં આવી જેનો બહોળા પ્રમાણ માં પદયાત્રી લાભ લે તેવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા ના સચિવશ્રી યાદી માં જણાવેલ છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
