News of Saturday, 28th February 2026
ઘોઘા પંથકમાં મેરેજ સર્ટિફિકેટ માટે માત્ર રૂ.૭૦ લાંચ લેતા ગ્રામ પંચાયતનો કર્મચારી ઝડપાયો
યાર્ડ બહાર ધાણાની બોરી ભરેલા લાઇનમાં ઉભેલા વાહનને અકસ્માતઃ ૧૦ મણથી વધુ ધાણા રોડ પર વેડફાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૮: ભાવનગર લાંચરૂશ્વત વિરોધી ખાતાના સ્ટાફ એ માત્ર ૭૦ રૂપિયાની લાંચ લેતા એક ગ્રામ પંચાયતના કર્મીને રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવતા દીપક બારૈયાએ એક અરજદાર પાસે મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવા માટે લાંચની માંગણી કરી હતી.
આરોપીએ મેરેજ સર્ટિફિકેટના કામ માટે શરૂઆતમાં ૨૦૦ રૂપિયાની માંગણી કરી હતી. અરજદાર સાથેની રકઝક બાદ અંતે ૭૦ રૂપિયા લેવાનું નક્કી થયું હતું.
આ ૭૦ રૂપિયામાંથી આરોપીએ ૧૫ રૂપિયાની સત્તાવાર પહોંચ અરજદારને ફાડી આપી હતી, જ્યારે બાકીના ૫૫ રૂપિયા લાંચ તરીકે ખિસ્સામાં મૂકયા હતા.
એસીબીના ઇન્ચાર્જ પી.આઈ. આર. ડી. સાગર અને તેમની ટીમે છટકું ગોઠવી દીપક બારૈયાને આ મામૂલી રકમની લાંચ લેતા સ્થળ પર જ દબોચી લીધો હતો. અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માત્ર ૭૦ રૂપિયા જેવી ક્ષુલ્લક રકમ માટે પોતાની નોકરી અને ઈમાનદારી દાવ પર લગાવનાર આ કર્મચારી ‘લાંચિયાઓનો રોલ મોડેલ' બન્યો હોય તેવી ચર્ચાઓ ભાવનગર માં જાગી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
