News of Saturday, 28th February 2026
ભાવનગરનાં પચ્છેગામમાં પૂ.લાલબાપુની પ્રેરણાથી ‘પૂ.ભાઇશ્રી'ના વ્યાસાસને આયોજીત ભાગવત કથાનો વિરામ

જુનાગઢ :.. ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છે ગામ ખાતે તા. રર થી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેની આજે પુર્ણાહુતિ થનાર છે. મુરલીધર દાદાની અસીમ કૃપાથી ત્રિવેણી મહોત્સવ મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ શ્રીમદ્્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા પપ૧ કુંડી મહાવિષ્ણુ યજ્ઞ યોજાયો હતો. આ ત્રિવેણી મહોત્સ્વ દરમ્યાન ગાયત્રી આશ્રમ ગધેથડથી પુ. લાલબાપુ પધારેલ તેમજ સાંસદ પુનમબેન માડમ સહિતના અસંખ્ય ભાવિકોએ કથાનું રસ પાન કર્યુ હતું અને આજે કથા વિરામ થયો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
