News of Saturday, 28th February 2026
જામનગર શહેરમાં 14 વર્ષની દીકરીઓ માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાનનો પ્રારંભ
ગર્ભાશયના મુખનો કેન્સર મહિલાઓમાં જોવા મળતા સામાન્ય કેન્સર પૈકીનો એક છે HPV વાયરસ તેના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે સમયસર રસીકરણ દ્વારા આ ગંભીર બીમારીથી અસરકારક બચાવ શક્ય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 28 : ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં 14 વર્ષની દીકરીઓ માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો હેતુ દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષા આપવાનો છે. જામનગર મહાનગર પાલિકા આરોગ્ય શાખા હસ્તક તા. ૦૨/૦૩/૨૦૨૬ ના રોજ થી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
ગર્ભાશયના મુખનો કેન્સર મહિલાઓમાં જોવા મળતા સામાન્ય કેન્સર પૈકીનો એક છે. HPV વાયરસ તેના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે. સમયસર રસીકરણ દ્વારા આ ગંભીર બીમારીથી અસરકારક બચાવ શક્ય બને છે.
કોણ લાભ લઈ શકશે?
14 વર્ષની તમામ દીકરીઓ(જે 14મો જન્મદિવસ પૂર્ણ કરી ચૂકી છે પરંતુ 15મો નહીં)
રસી વિશે મહત્વની માહિતી રસીનું નામ: Gardasil-4,માત્ર એક જ ડોઝ,સરકારી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક ઉપલબ્ધ.વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત અને અસરકારક
શહેરના તમામ Urban PHCમાં આગામી 90 દિવસ સુધી સઘન રસીકરણ સત્રો યોજાશે. માતા-પિતાની લેખિત સંમતિ બાદ રસી આપવામાં આવશે.રસી બાદ 30 મિનિટ સુધી અવલોકન રાખવામાં આવશે. સામાન્ય રીતે હળવો તાવ અથવા ઇન્જેક્શન સ્થળે દુખાવો જેવી હલકી આડઅસર જોવા મળી શકે છે, જે સ્વાભાવિક અને તાત્કાલિક હોય છે.કોઈપણ તબીબી સહાય માટે હેલ્પલાઇન નંબર 104 પર સંપર્ક કરી શકાય છે.
જામનગર મહાનગરપાલિકા તમામ માતા-પિતાને અપીલ કરે છે કે તેઓ પોતાની 14 વર્ષની દીકરીને HPV રસી અપાવી તેનું સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરે.વધુ માહિતી માટે આરોગ્ય વિભાગ,જામનગર મહાનગરપાલિકાનો સંપર્ક કરવા જણાવ્યું છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
