News of Saturday, 28th February 2026
જામનગરમાં ઓટો રિક્ષામાંથી મહિલાનો મૃતદેહ મળતા તપાસ
મોતનુ કારણ જાણવા જુદી-જુદી દિશામાં તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: જામનગરમાં મોડી રાત્રે રિક્ષામાંથી મહિલાની શંકાસ્પદ મળતદેહ મળતા સિટી-એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરના શાક માર્કેટ વિસ્તારમાંથી એક ઓટો રિક્ષામાંથી મહિલાની લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. લોકોના ટોળા એકત્રિત થયા હતા. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. મળતદેહનો કબ્જા લઇને પી.એમની કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર)
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
