<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

પોરબંદર જિલ્લા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઝેરી મધમાખીઓનાં હુમલા વધ્‍યાં

તંત્ર સજાગ બની કાર્યવાહી કરે તેવી હેલ્‍થ એજયુકેશનના રામદેવભાઇ મોઢવાડીયાની માંગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮: હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે,પોરબંદર જિલ્લામાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝેરી મધમાખીના ઝુંડ દ્વારા વાડી અને ખેતીવાડી વિસ્‍તારોમાં હુમલાની ઘટનાઓ વધ્‍યાં છે આ બાબતે તંત્ર સજાગ બનીને પગલા લ્‍યે તેવી માંગણી કરી છે.

તાજેતરમાં બખરલા ગામની વાડી વિસ્‍તારમાં આશરે મધમાખીના ઝુંડે એક વળદ્ધા પર ઘાતક હુમલો કર્યો હતો,જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી જ્‍યારે એક વળદ્ધ ઘાયલ થયા અને છ જેટલા પશુઓને પણ ઇજા પહોંચી હતી. એ જ રીતે માધવપુર વિસ્‍તારમાં પણ એક મહિલાને મધમાખીના કરડવાથી હોસ્‍પિટલમાં દાખલ કરવી પડી હતી.આવા બનાવો માત્ર દુર્ઘટના નથી,પરંતુ જાગળતિના અભાવ અને સાવચેતીના અભાવે સર્જાતી ગંભીર પરિસ્‍થિતિ છે. તેથી ગ્રામ્‍ય જનતાએ સાવચેત રહેવું અને તંત્રએ પોતાની જવાબદારી નિભાવવી અનિવાર્ય બની છે. તેમ રામદેવભાઇએ જણાવેલ છે.

ઉનાળાની ઋતુમાં તાપમાન વધતા મધમાખીઓ વધુ ચીડિયાળી બની જાય છે.ઝાડ કાપવા, ધુમાડો કરવો, કે વાડીમાં મશીનરીનો અવાજ,અજાણતા છત્તા પાસે જવું,પશુઓની હલચલ,સુગંધિત દ્રવ્‍યોનો ઉપયોગ આ બધા કારણો મધમાખીને આક્રમક બનાવી શકે છે. એકવાર ઝુંડ ઉશ્‍કેરાય તો હજારો મધમાખીઓ એકસાથે હુમલો કરે છે. તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ.

મધમાખી હુમલો કરે ત્‍યારે હાથ હલાવીને મારવાનો પ્રયાસ ન કરવો.તરત જ માથું અને ચહેરો ઢાંકી સુરક્ષિત જગ્‍યાએ દોડવું.ઘર, ગાડી અથવા કોઈ બંધ ઓરડામાં તરત પ્રવેશો. પાણીમાં કૂદી જવું યોગ્‍ય નથી, કારણ કે મધમાખી પાણી ઉપર રાહ જુએ છે.વાડીમાં કામ કરતી વખતે આખું શરીર ઢાંકે તેવા કપડાં, ટોપી અને સ્‍કાર્ફનો ઉપયોગ કરવો.પરફયુમ, સુગંધિત તેલ અથવા ચટક રંગના કપડાં મધમાખીને આકર્ષે છે.જો પડી જાવ તો ચહેરો ઢાંકી ગોળ બની જાવ અને માથું સુરક્ષિત રાખો. તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

(1:58 PM IST)