News of Sunday, 1st March 2026
ખાવડાના પ્રણવનગર નજીક કોલીવાસમાં વિસ્ફોટક પદાર્થ ફાટતા આઠ વર્ષના બાળક અને યુવકને પગમાં ગંભીર ઈજા
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

કચ્છના ખાવડા પાસે આવેલા પ્રણવ નગરમાં એક ભેદી વિસ્ફોટ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘરના આંગણામાં અચાનક વિસ્ફોટક પદાર્થ ફાટતા 8 વર્ષનો માસૂમ બાળક અને એક યુવક ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિસ્ફોટક પદાર્થ ક્યાંથી આવ્યો અને તે શું હતો, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
