News of Saturday, 28th February 2026
જૈનોમાં ફાગણ સુદ તેરસ પાલીતાણા ખાતે યાત્રાનું અનન્ય મહત્વ
દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા દરેક જૈન એક જ ઈચ્છા હોય છે કે જીવનમાં એક વાર તો શત્રુંજય તીર્થની યાત્રા કરવી જોઈએ

જૈન શાસ્ત્રો અનુસાર આ તીર્થને પ્રાય: શાશ્વત તીર્થ માનવામાં આવે છે. આ તીર્થનો સદાય મહિમા અપાર રહ્યો છે. વર્તમાન ચોવીસીમાં ૨૩ તીર્થંકરોએ અહીં પદાર્પણ કરેલ છે. તેમાંય પ્રથમ જૈન તીથઁકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદીશ્વર દાદાનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભૂમિને પવિત્ર તીર્થભૂમિ બનાવી દીધી હતી. આદિનાથ ભગવાન અહીં નિયમિત પદાર્પણ કરતાં અને ડુંગર પરના રાયણના વૃક્ષ નીચે તપ-આરાધના કરતા.
તેઓ અત્રે પૂર્વ નવાણું વખત પધાર્યા હતા એટલે આજે પણ નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. શત્રુંજય તીર્થ વિશ્વભરમાં કદાચ એકમાત્ર એવું તીર્થ છે કે જેમાં ડુંગર પર ૮૬૩ ઉપરાંત શિખરબંધી નાનાં-મોટાં દેરાસરો છે. જેમાં લગભગ ૨૭૦૦૭ ઉપરાંત પ્રતિમાઓ બિરાજમાન છે. ૬૦૩ મીટર ઊંચી શત્રુંજય પર્વતમાળા પર આવેલાં આ દેરાસરો મોટાભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલા છે.
આ મંદિરોનું સ્થાપત્ય અને બેનમૂન કારીગરીના નમૂના સમાન ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ હેરત પમાડે તેવું છે. આવા ચમત્કારિક, પવિત્ર શત્રુંજયની જાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેમાં કાર્તિકી પૂર્ણિમા, જ્ઞાનપંચમી, ફાગણ સુદ તેરસ-૧૩ની છ ગાઉની જાત્રા લોકમુખે ઢેબરિયાં મેળા અગર તો ઢેબરિયાં તેરસ તરીકે પણ જાણીતી છે. શત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ-૧૩ના દિવસે શ્રીકૃષ્ણના પુત્ર સામ્બ અને પ્રદ્યુમ્ન સાડા અસંખ્ય સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા.
ભાડવા ડુંગર ઉપરની દેરીમાં શ્રદ્ધાથી શ્રદ્ધાથી ચૈત્રવંદન કરનારના એકલાખ ભવોના પાપો નાશ પામતા હોવાનું પણ જૈન શ્રદ્ધાળુઓમાં મનાય છે અજીતનાથ અને શાંતિનાથના પગલાંવાળી દેરીઓનું સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજીતશાંતિ સ્ત્રોત રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેકડો વરસોની પરંપરા સંભળાતી આવી છે આ સ્ત્રોત રચના નંદીર્ષેણ મુની નામના જૈન ધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી. કથા એવી છે કે નંદીષેણ મુની શત્રુજય તીર્થની સ્પર્શ કરતાં કરતાં પ્રદિક્ષણા કરી રહ્યા હતા તે દરમિયાન આ દેરીઓની સમિપે આવ્યા અને ત્યાં તેમને પ્રભુની કાવ્યમય સ્તવના કરવાની ઈચ્છા થઈ.નંદીષેણ મુનિને પોતે બહુ સમર્થન કવિ હતા, એ વખતે અજીતનાથ અને શાંતિનાથની દેરી આજે છે તેમ પાસે પાસે નહીં પરંતુ સામ સામે હતી આથી નંદી ષેણમુનીને છે મુજવણ થઈ કે કે સ્તવનના કરવા બેસુ કઈ રીતે. એક દેરી સામે બેસે તો બીજી તેની તરફ પીઠ આવે. જૈન ભગવાન તરફ પીઠ કરવા નથી. આતી તેમને બંને ડેરીઓ થી થોડા દૂર રહીને એક જ સ્તોત્ર દ્વારા બંને દેરીઓમાં રહેલા ભગવાનની સંયુક્ત સ્તવનના કરી. કહેવાય છે કે નંદીષેણમુનિ ભક્તિ કરી સ્તવનાના પ્રતાપે સામસામે રહીને દેરીઓ દેવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજીતશાંતિ ના નામે જૈનોમાં વ્યાપક પ્રસિદ્ધિ ધરાવે છે અને તે અંતે ચમત્કારી મનાઈ છે જેનોના નવ વિશિષ્ટ સ્મરણો એને સ્થાન આપવામાં આવ્યું છે.
આથી જૈનો હજારોની સંખ્યા આ દિવસે એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયા અનેરાં ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે અત્રે થતી ભક્તિનું અનેરું મહત્વ હોઈ સૌ કોઈ તેનો લાભ ઉઠાવવા તલપાપડ થઈ જાય છે.
શત્રુંજયની જાત્રાનો પ્રારંભ જય તળેટીથી થાય છે. એક જમાનામાં તે ‘મનમોહન પાગ’ તરીકે ઓળખાતું હતું. જાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં તેઓ અત્રે તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરીને શત્રુંજયને ભેટવાનો લહાવો લે છે. અત્રે તળેટીમાં નવ્વાણું પૂર્વવાર ગિરિરાજ પર આવનાર આદિનાથ દાદા, ચોમાસુ કરનાર અજિતનાથ અને શાંતિનાથ, આઠમાં ઉદ્ધારના ઉપદેશક અભિનંદન સ્વામી વગેરેનાં પગલાંઓ છે. જાત્રાળુઓ તળેટી બાદ બાબુનું દેરાસર, જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હિંગલોજ દેવી, હનુમાનધારા, રામપોળ વગેરે થઈને દાદાનું મુખ્ય દેરાસર જ્યાં આવેલ છે ત્યાં પહોંચે છે. જ્યાં તેઓ ઋષભદેવનાં દર્શન-પૂજા કરે છે. જાત્રા દરમિયાન રસ્તામાં હીરાબાઇનો કુંડ, ભુખણદાસનો 0કુંડ, સૂરજકુંડ વગેરે અનેક કુંડ આવે છે.
જય તલાટી એ પાલીતાણા ગામ તરફથી આગળ તરફ તલાટી છે અને સિદ્રવડ એ આદિપુર ગામ તરફથી પાછળ બાજુની તલાટી છે ખાસ સ્થળ એક વિશાળ વટવૃક્ષ છે આ વટવૃક્ષનું નીચે ભૂતકાળમાં લાખો આત્માઓ સિદ્ધપદ પામ્યા હોવાથી એને સિદ્ધવડ કહે છે. આમ સિદ્વવડ નીચે બેસીને શત્રુંજય તીર્થની ઉપાસના કરવાથી વ્યક્તિઓની મનોકામના પણ પૂર્ણ થાય છે
છ ગાઉની જાત્રાના દિવસે યાત્રાળુઓ મુખ્ય માર્ગેથી ગિરિરાજ ચડી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરી રામપોળમાંથી બહાર નીકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની જાત્રા શરૂ કરે છે. આ જાત્રા દરમિયાન સૌ પ્રથમ આ ગિરિરાજ પર મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંદિર આવે છે. ત્યારબાદ ઉલકા જલ, અજિતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, રત્નની પ્રતિમા, સિદ્ધશિલા, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. આ સ્થાનેથી અનેક મુનિવરો મોક્ષ પામ્યા હોવાથી તેનું મહત્વ અનેરું છે. અત્રે જાત્રાળુઓ ચૈત્યવંદન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી છ ગાઉની જાત્રાની પુર્ણાહુતી કરે છે.
એક વાત એવી છે કે ચિલ્લણ તળાવડી ના કિનારે શ્રદ્ધાળુ લોકો સૂઈ જવાની મુન્દ્રામાં કાઊસ્સગ્ઞ કરે છે. આ સ્થળે લાખો મહાત્માઓ અણસણ(અનશન, ખાન પાનનો સદંતર ત્યાગ) કરીને સુતેલી મુન્દ્રામાં મોક્ષ પામ્યા હોવાથી તેમની સ્મૃતિમાં આમ કરાય છે
જૈનોમાં છ ગાઉની જાત્રાનું અનેરું મહત્વ હોવાથી આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું અત્રે બહુમાન કરી સંઘપૂજન કરાય છે. અત્રે આવેલ આંબાવાડિયામાં દેશભરના વિવિધ જૈન સંઘો દ્વારા સાધર્મિક ભક્તિનો લાભ લેવા માટે અનેક પાલ ઊભા કરાય છે. જેમાં ચા-પાણી, ભરપૂર નાસ્તો વગેરે અપાય છે. પોતાના પાલમાં પધારી સાધર્મિક ભક્તિનો લાભ આપવા બે હાથ જોડી વીનવતા હોય છે ત્યારે અનેરાં ભાવુક દ્ગશ્યો સર્જાતાં રહે છે.
મંદિરોની નગરી પાલિતાણામાં વિશ્વનું અજોડ સમવસરણ દેરાસર, આગમ મંદિર, જંબુદ્વીપ, મણિભદ્રવીર,, વિશાલ જૈન મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો છે. આમ છ ગાઉની યાત્રા નો મહિમા તો દર વર્ષે વધતો જાય છે.આજે તો જૈન અને જૈનેતરો પાલિતાણાની મુલાકાત સૌ કોઈ આવી રહ્યા છે તેઓનું કાયમી સંભારણું બની રહેશે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
