તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Sunday, 1st March 2026
જૂનાગઢ જેલમાંથી સેટઅપ બોક્સમાં છુપાવેલા મોબાઈલ અને સીમકાર્ડ પકડાયા
બે દિવસમાં બની બીજી ઘટનાઃ કાચા કામના ૩ કેદીઓ સામે ફરીયાદ નોંધાઇ

જૂનાગઢ : જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન કેદીઓ પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને ડેટા કેબલ જેવી વસ્તુઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, ખાસ કરીને જ્યારે બે દિવસ પહેલા જ આવી જ વસ્તુઓ પકડાઈ હતી.
જેલની અંદર સઘન સર્ચ ઓપરેશન દરમિયાન જેલના સત્તાધીશોને ચોંકાવનારી સફળતા મળી છે. કેદીઓએ જેલમાં ટેલિવિઝન જોવા માટે રાખવામાં આવતા સેટઅપ બોક્સનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કર્યો હતો. સેટઅપ બોક્સની અંદર અત્યંત ચાલાકીપૂર્વક મોબાઈલ ફોન, એક્ટિવ સિમ કાર્ડ અને ડેટા કેબલ છુપાવવામાં આવ્યા હતા. જેલ સ્ટાફની ઝીણવટભરી તપાસમાં આ ભેદ ખુલી ગયો હતો અને તમામ પ્રતિબંધિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
