<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

અમરેલીના બગસરામાં શિવાજી વસ્તી દ્વારા ભવ્ય હિન્દુ સંમેલન અને શોભાયાત્રા યોજાઈ

સથવારા સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હિન્દુ સંગઠનોના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી

અમરેલી જિલ્લાના બગસરા ખાતે શિવાજી વસ્તી દ્વારા ભવ્ય હિન્દુ સંમેલન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સથવારા સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હિન્દુ સંગઠનોના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે RSSના જિલ્લા કાર્યવાહક સૌરભભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના બગસરા પ્રમુખ વિકાસભાઈ તેમજ બજરંગ દળના રાજનભાઈ બાબરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હિન્દુ સંસ્કૃતિ અને સંગઠન પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે ભવ્ય શોભાયાત્રાને પગલે સમગ્ર બગસરા પંથકમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

 

(7:52 PM IST)