News of Monday, 2nd March 2026
કચ્છના અંજારમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા ૧૨ પશુઓને ગૌરક્ષકોએ બચાવ્યા
ગેરકાયદે પશુઓની હેરફેર કરનારા સામે સરકા કડક પગલાં ભરે, કચ્છમાં ગૌહત્યા સાથે ગૌમાંસનું વેંચાણ પણ વધ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : સરકાર કાયદા ભલે ઘડે પણ એ કાયદાની અસરકારકતા ત્યારે જ વર્તાય કે જ્યારે તેનો અમલ કડકાઇપૂર્વક થાય અને કાયદાનો ભંગ કરનારને કડક સજા મળે. કચ્છ જિલ્લામાં પશુઓની ગેરકાયદે હેરફેર અંજારના ગૌરક્ષકોની ટીમે ઝડપી પાડી છે. વરસામેડી ગામ પાસે ૫ બોલેરો જીપમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા ૧૨ પશુઓને જાગૃત ગૌરક્ષકોએ બચાવી લીધા હતા. તમામ અબોલ પશુઓને સ્થાનિકે જ ગૌશાળામાં આશ્રય અપાયો હતો. પશુઓને ગેરકાયદે હેરફેર કરવા બાબતે પોલીસે ૫ જીપો જપ્ત કરી ૮ શખ્સો ગુનો નોંધ્યો છે.
(8:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
